જોડકા બાળકોના પોષણ માટે અમેરિકા માં રહેતા નીલેશ પાટિલે માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું.....
- Praja Pankh
- May 4, 2021
- 1 min read


સચિન : પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત ખાતે તિરુપતિ બાલાજી માં રહેતા જગદીશ બડગુજર ના પત્ની ને અચાનક પેટમાં દુઃખાવો થઈ આવતાં તારીખ 12/4/2021 ના રોજ હોસ્પિટલ માં જોડકા બાળકો ને જન્મ આપ્યો પણ આ બાળકો સાડા ૬ મહિને એટકે કે નવ મહિના ના સ્થાને સાડા છ મહિને આવ્યા. જેથી ડોકટર ના કહેવા પ્રમાણે બાળક નું પોષણ બરાબર ન થયું હોવાથી. તેમણે કાચની પેટી માં રાખવામાં આવ્યા છે અને આ ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર પર હોસ્પિટલ નું બિલ રૂપિયા ૨,૩૨,૫૦૦ નો ખર્ચ આવતો તેઓ પર આફ તુટી પડ્યું હતું, આવામાં સમાજમાં વાત મૂકતા સમાજમાં મદદ માંગવા હાથ લંબાવ્યો અને સુરત શહેર યુવા સંગઠન ના યુવા સદસ્ય અને સમાજસેવી ધર્મેશ બડ ગુજર ને બાળક ના કાકા દિનેશ ભાઈ એ મદદની ગુહાર માટે વાત કરતા ધર્મેશએ સરસ્વતી મિશન થાણે ને સીધી ડોકટર દ્વારા વાત કરતા તેમણે એરેંડોર ખાનદેશના વતની અને હાલ અમેરિકા માં સ્થાયી થયેલ નિલેશ પાટીલે આ બાળકોના પોષણ માટે દવાખાના ના ખર્ચ પેટે તાત્કાલિક હોસ્પિટલનાં એકાઉન્ટ માં એક લાખ રૂપિયા ૧,૦૦૦૦૦ ની ઉદાર દિલે મદદ કરી હતી. આમ બાળકોને ખરા સમયે મદદ મળતા બાળક ના કાકા દિનેશ ભાઈ અને સુરત ના બડગુજર યુવા સંગઠન અને સરસ્વતી મિશન અને નિલેશ ભાઈ નો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને હજી આ ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર ના બાળકો માટે બાકી ની ખૂટતી રકમ માટે પણ સમાજમાં હાથ લંબાવી રહ્યા છે. આવા કપરા સમયે કોઈ મદદ કરવા તૈયાર હશે તો સુરત બડગુજર સમાજ પાંડેસરા નો ૯૫૫૮૨ ૯૩૦૮૦ સંપર્ક સાધવા જણાવ્યું છે.
コメント