જયુબિલી હિરોઈન,આશા પારેખ દાદા સાહેબ ફાળકે એવોર્ડ ની હકદાર બની,ગુજરાત માટે ગર્વ નો ક્ષણ..
- Praja Pankh
- Sep 27, 2022
- 2 min read

પ્રજાપંખ ,દિલ્હી,તારીખ 27 સપ્ટેમ્બર 2022,મંગળવાર
બ્લેક એન્ડ વ્હાઈટ થી કલર સાથે અનેક સુપરહિટ ફિલ્મો આપનારી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની જયુબિલી હિરોઈન તથા મહિલા પ્રોડ્યુસર તરીકે પ્રખ્યાત થયેલ પદ્મ શ્રી આશા પારેખને
ભારત સરકારે 2020 નું રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સન્માન એનાયત કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં જાહેરાત કરી લીધી હતો.
મશહૂર અભિનેત્રી આશા પારેખ બોલીવુડના સુવર્ણયુગ ગણાતા બ્લેક એન્ડ વાઈટ યુગથી માંડીને કલર ફિલ્મો સુધીના આધુનિક યુગના સાક્ષી રહ્યા છે. તે જમાનાના તમામ ટોચના સ્ટાર અને બેનર સાથે એમણે કામ કર્યું છે અને બોલીવુડની એક ટોચની મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું. એ સમયની સંખ્યાબંધ હિન્દી ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કરી દાદ મેળવી હતી. તેમની જાણીતી સુપર હિટ ફિલ્મોમાં કટી પતંગ, રાજેશ ખન્ના કાંરવા જીતેન્દ્ર, તથા તીસરી મંજિલ શમ્મી કપૂર સહિતની અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આમ તો તેઓ એ સને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી અને સળંગ ૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.
૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.વધુ જાણીએ તો
ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં પણ કાર્ય કર્યું. તે ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી હતી. તેઓએ અનેક સિદ્ધિ અને સન્માન મેળવ્યા છે.તેઓ
‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)હતાં,
‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)હતાં,
તેમના માનવ સેવાના સામાજિક કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું નામ ‘આશા પારેખ હોસ્પીટલ’ રાખવામાં આવ્યું છે. તેઓ
‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી પણ હતાં.
૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭) લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ(અમેરિકા)
લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે) કટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર અને ખાસ
પદ્મશ્રી પુરસ્કાર (૧૯૯૨)માં પ્રાપ્ત કર્યો, સાથે
કલાકાર પુરસ્કાર
સપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર
ભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર
સહ્યાદ્રી નવરત્ન પુરસ્કાર
પ્રકૃતિ રત્ન પુરસ્કાર પણ તેમણે મેળવેલ છે પરંતુ હવે વર્ષોબાદ હિન્દી ફિલ્મોના એક ગુજરાતી અભિનેત્રી તરીકે આશા પારેખ ને મળેલા આ સર્વોચ્ચ સન્માનથી સમગ્ર ગુજરાતના અને દેશ વિદેશના તેમના પ્રશંસકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ નાં સમાચાર પ્રસરતા જ તેમને બોલીવુડમાંથી અભિનંદનની વર્ષા નો શરૂ થઈ ગઈ છે.અમારા પ્રજા પંખ અખબાર પરિવાર દ્વારા પણ અભિનંદન....
Comments