જય અખંડ હિન્દુસ્તાન સંસ્થા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
- Praja Pankh
- Jan 28, 2021
- 1 min read

સુરત:ગુરૂવાર: સુરતની અગ્રણી જય અખંડ હિન્દુસ્તાન સંસ્થા દ્વારા ગોપીપુરા હવાડીયા ચકલા ખાતે ૨૬મી જાન્યુઆરી-૭૨મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિસભર માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થાના નીતાબેન મહેતા, દિનેશભાઈ ભાટી, શશાંકભાઈ શીંગવાલા, આશુતોષભાઈ, પંકજભાઈ, ઋત્વિઝ મહેતા, મહેન્દ્રભાઈ સોની, વિજયભાઈ, રમેશજી રાવલ, ધર્મેશભાઈ વગેરે જોડાયા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ખુશાલીમાં સંસ્થા દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું હતું, તેમજ ચોકલેટ આપીને લોકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
Comments