જયભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા “વિશ્વ ઓઝોન દિવસ”ની ઉજવણી
- Praja Pankh
- Sep 23, 2021
- 1 min read
સ્પર્ધાઓના વિજેતાઓ ને પુરસ્કાર અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

સચિન પ્રજાપંખ : જયભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર –સુરત દ્વારા આજ ૧૬-સપ્ટેમબરના રોજ “વિશ્વ ઓઝોન દીવસની ઉજવણી નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ અતર્ગત વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું જેમકે નિબંધ-લેખન સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા અને ક્વીઝનું આયોજન કરવામાં આવેલ, ખાસ કરીને આજનાં દિવસ અંગે વિધાર્થીઓઓમાં જાગૃતતા ઉભું થાય તે મુખ્ય આશય હીય છે, આ ત્રણે સ્પર્ધામાં વિજેતા એ થી ત્રણ ક્રમે વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો મહેમાનો હસ્તક એનાયત કરવામાં આવ્યા, ખાસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB,RO) –સુરત ઓફીસમાંથી શ્રીમતી જીગ્નાષાબેન ઓઝા (સીનીયર સાયન્ટિફિક ઓફિસર) ઉપસ્થિતિ રહ્યા હતા તેમના હસ્તે નિબંધ સ્પર્ધાના વિજેતાને સ્ટીમ હાઉસ તરફથી પુરસ્કાર આપવામાં આવેલ, જયારે ક્વિઝ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિજેતાને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરત/શાળા તરફથી ઉપસ્થિત શ્રી જી.એન કાકડિયા, ડાયરેક્ટર અને શાળાના આચાર્યશ્રી, ડો. આર. કે ઇન્દુલકર અને શ્રીમતી શોભાબેન પ્રજાપતિ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, કુલ ૨૦૦ થી વધારે વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો એવું સંસ્થાના જી.એન. કાકડિયા, ડાયરેક્ટરે જણાવ્યું...



Comments