જન સેવા એ પ્રભુ સેવાને સાર્થક કરતાં ચોર્યાસી પ્રમુખ આસ્તિક પટેલ
- Praja Pankh
- Apr 1, 2021
- 1 min read

સચિન : આસ્તિક નામ નો અર્થ પવિત્ર થાય છે અને પવિત્ર નામ ધારણ કરીને પવિત્ર કામ કરનારા બહુ ઓછા જોવા મળે છે. હંમેશા પ્રત્યેક કર્મ જન સેવા માટે હોય છે. એજ ઉદ્દેશ સાથે આજ રોજ કવાસગામ ના હળપતિ સમાજના ગરીબ પરીવારના સભ્ય અરવિંદભાઈ ભગુભાઈ રાઠોડ ને કેન્સર ની બિમારી ની જાણ થતાં પરીવાર પર આભ તુટી પડ્યું હતું, આવા સમયે આ પરિવારની આર્થીક સ્થિતિ નબળી તેમજ ગભીંર બિમારી આવી જતાં અરવિંદભાઈ ના પરીવાર પર દુઃખના વાદળો છવાઈ ગયા ત્યારે એમને ચોર્યાસી પ્રમુખ આસ્તિકભાઇ પાટીલને વાત કરતાં જ બીજા કામો છોડીને તાત્કાલિક માં કાર્ડ માટે ફોર્મ ભરાવી એકજ કલાક મા મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બનાવવા ની કામગીરી પૂર્ણ કરી આપી, જેથી રાઠોડ પરિવાર પર કોઈ નાણાકીય બોઝ ન આવે અને તેઓ સારી રીતે સારવાર કરાવી શકે તથા વહેલી તકે સાજા થઇ જાય. એ ભાવનાથી એક પ્રમુખ તરીકેની ફરજ બજાવી સમગ્ર કામગીરી યુદ્ધના ધોરણે કરી આપી માનવતાનું કાર્ય કર્યું, માનવતા હજી મરી પરવારી નથી એવો દાખલો આસ્તિક ભાઈ અને એમની ટીમે જનતા ને આપી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કામગીરી માટે મદદરૂપ થનાર સરકારી અધિકારી કવાસગામ તલાટી કમ મંત્રી મયુરીબેન પાનવાળા તાલુકા વિકાસ અધિકારી બહાદુરભાઈ વસાવા સાહેબ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી મિત્તલબેન ડો. હિમાન્સુભાઈ ગામીત નો આ તબક્કે આસ્તિક ભાઈ પટેલ, ચૌયાઁસી તાલુકા પંચાયત પ્રમુખે આભાર પણ માન્યો હતો. આસ્તિક પટેલે એ પણ સાબિત કરી આપ્યું કે હું ક્યાં છું એ મહત્વનું નથી, મહત્વનું છે મારા મતદારો કે કોઈ જરૂરિયાત વ્યક્તિની મદદ કે પછી કોઈ સમાજ ની સેવા વહેલી તકે કેવી રીતે કરી શકાય આ આપનો પ્રથમ ધર્મ છે જણાવ્યું....01-04-2021 08-14 PM
Comentarios