છોટૂભાઇ પાટીલ હસ્તે સરકારી મિલ્કતને બચાવતાં હોમગાર્ડ પ્રકાશ મોર્યા નું સન્માન કરાયું
- Praja Pankh
- Aug 14, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : આજે સચિન રેલવે સ્ટેશનની પી. એ. સી. મેમ્બર તરીકેની સ્ટેશન નિરીક્ષણની પ્રથમ મુલાકાતે પધારેલ છોટુભાઇ પાટીલ કે જેઓ ગત માસે ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પી એ સી PAC ઇંડીયન રેલ્વે મેમ્બર બનતા સચિન રેલ્વે સલાહ્કાર સમિતિ અને સચિન રેલ્વે સ્ટેશનના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાવી સન્માન કરાયું હતું. આ પ્રસંગે કાયદા સમિતિ અધ્યક્ષ હસમુખભાઇ નાયકા, ટીપી સ્કીમ સદસ્ય, ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય, રીનાબેન રાજપૂત તથા બાંધકામ સમિતિ સદસ્ય પિયુષાબેન પટેલ દ્વારા સચિન પોલિસ સ્ટેશનમાં નિષ્ઠા પુર્વક ફરજ બજવતાં પ્રકાશ દ્વારકાપ્રસાદ મોર્યાને તેમણે કરેલ નિચે મુજબની પ્રશંસનિય કામગીરી બદલ પ્રોત્સાહીત પત્ર આપી સન્માનિત કરવાનું વિચારતાં, આજે પધારેલ છોટુભાઇ ઇ. પાટીલ હસ્તે પ્રોત્સાહિત પત્ર પોતાના હસ્તે અર્પણ કરી એમની કામગીરીબે બિરદાવી સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે રેલ્વે સલાહકાર કમિટિ સદસ્યો, કાઉંસીલશ્રીઓ અને સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોર્યાની વિગત જોતા, સુરત મહાનગર પાલિકા સંકલિત વોર્ડ ઓફિસ કનકપુર-કનસાડનાં પાછલા ભાગમા તા.21/03/2021 રાત્રિના 11: 45 વાગ્યે અચાનક શોર્ટ સર્કિટ્થી પાવર સપ્લાય મીટર પેટીમાં આગ લાગી હતી. જે આગ વધુ તેજ બનતાં સચિન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા પ્રકાશ દ્વારકાપ્રસાદ મૌર્ય કે જેઓ ફરજ પર હતા, તેમણે જાણ થતાં એક સેક્ન્ડ્નો વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી જઈ ને સચિન પો.સ્ટે માં અને પી.એસ.આઈ. એસ.સી સંગાડાને જાણકારી આપી, તાત્કાલિક માટી અને રેતી નાખી આગને કાબુમા લીધી હતી, આગ કાબુમાં આવતા વોર્ડ-૩૦ની સરકારી મિલ્કત વોર્ડ ઓફિસ કનકપુર-કનસાડને આગની મોટી હોનારત અટકાવી હતી, આમ હોમગાર્ડની ફરજ બજવતાં આવા કર્મઠ નિષઠાવાન કર્મચારીને એમના ઉમદા કાર્ય ને જોતા, પ્રોત્સાહન રુપે એમને આ પ્રોત્સાહન પત્ર ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પી એ સી PAC ઇંડીયન રેલ્વે મેમ્બર શ્રી છોટૂભાઇ પાટીલજીના કર કમલો દ્વારા આપાવામાં આવ્યું હતું.
Comments