ચુસ્તગાંધીવાદી એસ.એન.સુબ્બારાવને એમ.પી. નાં જૌરા ગાંધી આશ્રમ ખાતે અંતિમ વિદાઇ અપાઇ. .
- Praja Pankh
- Oct 28, 2021
- 2 min read
સચિન પ્રજાપંખ : આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત, પ્રખર ગાંધીવાદી અને નેશનલ યુથ પ્રોજેક્ટ (નવી દિલ્હી) ના ડાયરેકટર એસ. એન. સુબ્બારાવે મંગળવારે સાંજે 04 કલાકે જયપુર ખાતે 92 વર્ષની ઉમરે આ દુનિયાને અલવિદા કહી. સ્વ. સુબ્બારાવ એ સમગ્ર ભારત દેશ સહીત વિદેશોમા પણ ગાંધીવાદનો પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રીય સેવાદળના કાર્યક્રમોમા સક્રીય પણે ભાગ લઈને માર્ગદર્શન આપતા હતાં, તેઓએ નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમા અનેક શિબિરોનું આયોજન કર્યું હતું. 1954 થી ચંબલની ખીણ મધ્યપ્રદેશમાં જૌરા ખાતે ગાંધી આશ્રમની સ્થાપના પણ કરી હતી, જ્યાં 14 એપ્રિલ 1972 ના રોજ તે સમયના ચંબલની ખીણમા ખુંખાર મોહરસિંહ અને માધોસિંહ જેવા ખુંખાર ડાકૂઓના સાથીદારો સાથે શરણાગતિ લેવડાવી હતી. તેઓને ભારતના રાષ્ટ્રપતિનો સર્વોચ્ચ એવોર્ડ ‘’ પદ્મશ્રી ’’ થી સન્માનવામા આવ્યા છે. તે ઉપરાંત ભારતીય એકતા પુરસ્કાર, શાંતિદુત ઇન્ટરનેશનલ એવોર્ડ, વર્લ્ડ્પિસ મુવમેંટ ટ્ર્સ્ટ ઇન્ડીયા, રાજીવ ગાંધી સદભાવના એવોર્ડ 2003, જમનાલાલ બજાજ પુરસ્કાર-2006, મહાત્મા ગાંધી પુરસ્કાર-2008 જેવા અનેક એવોર્ડો તેઓએ પ્રાપ્ત કર્યા છે. અખિલ ભારતીય સેવાદળ સાથે તેઓ હમેશ માટે સંકળાયેલા હતાં. સેવાદળની સમગ્ર ભારતમા યોજાતી શિબીરોમા તેઓ માર્ગદર્શન માટે હર હમેશા હાજર રહેતા હતા, અત્રે ઉલ્લેખનિય છે કે, સને 1995 માં તેઓએ સમગ્ર ભારત ભરમા સદભાવના ટ્રેનનું ભવ્ય આયોજન કરેલ હતું. તે સમયે સુરત શહેરમા વિવિધ કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવ્યા હતાં, જ્યારે તેઓ સાથેની યાદગાર ક્ષણો જોઇએ તો તા. 30-04-2018 ના રોજ સુરત ખાતે યોજાયેલ સુરત મહાનગર પાલિકાના ચિફ સેનેટરી ઇન્સપેકટર અને સુરત શહેર સેવાદળના જીલ્લાધિનાયક અને રાષ્ટ્રીય યુવા યોજના સાથે સંકાળાયેલા મોંહમદ ઇકબાલ શેખના નિવ્રુત્તિ વિદાયમાન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતાં, તેમજ તે સમયે તેઓએ કરેલ પ્રવચન સૌને માટે યાદગાર બની રહેલ છે. તેઓની અંતિમ વિધિ આજે ગુરુવારે સાંજે 04 કલાકે મહાત્મા ગાંધી આશ્રમ જૌરા મધ્યપ્રદેશ ખાતે કરાઇ હતી. અખિલ ભારતીય સેવાદળ સુરત શહેરના કાઉંસીલ પ્રમુખ પ્રભુદાસ ડી. પટેલ, ઉપપ્રમુખ ધિરુભાઇ સોનારીયાવાળા, જીલ્લાધિનાયક મોહમંદ ઇકબાલ શેખ, સંગઠક એલ.ડી. પાલડિયા, સિદ્દિક અંસારી, આબિદઅલી સૈયદ, દેવેંદ્ર પ્રજાપતિ, રામસાગર પાઠક, પાલજી ડાંપરિયા, સઈદ સૈયદ તેમજ મહીલા હોદ્દેદારોમાં સર્વ શ્રી દેવ્યાનીબેન જરદોષ, ફાલ્ગુની મહેતા, શિરિનબાનુ પઠાણ, દિવ્યા કાપડિયા વગેરેએ સ્વ. એસ. એન. સુબ્બારાવને એમના ગાંધીચિંધ્યા માર્ગના સ્મરણો યાદ કરી ભાવપુર્ણ શ્રધ્ધાંજલિ અર્પિ હતી.
Comments