ચોર્યાસી ધારાસભ્ય અને સ્થાયી સમિતિ ચેરમેને કર્યુ, મનપા વોર્ડ નં. ૩૦નાં સિવિક સેન્ટર નુ ઉદઘાટન. . . .
- Praja Pankh
- Jun 18, 2021
- 1 min read

વોર્ડ-૩૦ ના નગરજનોને હવે ઉધના સાઉથ ઝોન સુધી જવું નહી પડે, વોર્ડ-૩૦ ના કનકપુર ને બી ઝોન ઓફિસ મળતાં હવે આજથી વેરા બીલ કનકપુર સંકલિત ઓફિસમાં ભરી શકશો...
સચિન પ્રજાપંખ : ગત વર્ષે વોર્ડ નંબર ૩૦ માં ૨૭ ગામ અને બે નગર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો અને સ્વરાજ્યની ચુંટણી બાદ સ્થાનિક નગર સેવકો દ્વારા વોર્ડ ૩૦ ને જોઇતી તમામ સુવિધાઓ માટે મનપા માં સતત માંગણિઓ કરી રહ્યા છે, જેમાં પ્રથમ વોર્ડ ૩૦ માટે ખાસ બી ઝોન કચેરી ફળવાઇ છે, હવે લોકોને વેરો ભરવા ઉધના સુધી દુર જવુ ન પડે જે માટે આજે સવારે ૧૦:૩૦ કલાકે વોર્ડ-૩૦ કનસાડ, સચિન, ઉન અને આભવાના કનકપુર કનસાડ સંકલિત વોર્ડ ઓફિસ ખાતે સિવિક સેન્ટર (વેરા વિભાગ) નું ઉદઘાટન સુરત જિલ્લા ભાજપા સંગઠ્ન પ્રમુખ સંદિપ દેસાઇ, ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ અને મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ હસ્તે કરવામાં આવ્યું.
આજના ઉદઘાટન પ્રસંગે સુરત જિલ્લા ભાજપા સંગઠ્ન પ્રમુખ સંદિપ દેસાઇ, ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ચિરાગસિંહ સોલંકી – ટીપી સદસ્ય – પીયુષાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય અને ગુજરાત પ્રદેશ સંગઠન આમંત્રીત સદસ્ય અનુબેન ઉર્ફે જયરાજબા કુંવરબા સોલંકી તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. આજે સંકલિત ઓફિસમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે કનકપુર કનસાડ અને સચિનમાં જોઇતી સુવિધાઓ કેવી રીતે આપી શકાય જેની વિગતવાર ચર્ચા અધિકારીઓ સાથે કરી હતી.
એમણે ખાસ કહ્યુ કે, મનપા સ્થાનિક સ્વસરકાર છે, સુરતને ગતિશીલ, સુંદર, આત્મનિર્ભર અને ટકાઉ શહેર બનાવવા માટે અને નગરજનોને સારી ગુણવત્તા સભર સુવિધાઓ પ્રદાન કરવી છે, ટુંક સમયમા નાગરીક સુવિધા કેંદ્ર પણ અહી શરુ કરાશે એવું એમણે જણાવ્યું છે.
Comments