ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલની પહેલ...
- Praja Pankh
- Feb 6, 2022
- 2 min read
આજથી ચોર્યાસી ગામોના ઘરે ઘરે સરકારી યોજનાનો લાભ અપાશે....
સચિન પ્રજા પંખ : ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલે સેવા હિ સર્મપણની ભાવના સાથે એક નવી પહેલ શરૂ કરી, "મારો ચોર્યાસી તાલુકો મારા ધર આંગણે" રવિવારે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કવાસ ગામ ખાતે સમાજ સદન હોલ મા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ વિવિધ યોજનાઓ લાભો સરળતાથી ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામો ના જરૂરિયાત મંદ પરીવાર જનો ને પોતાના ધર આંગણે વિવિધ યોજના નો લાભ સીધે સીધો મળી રહે જે માટે આજે એક કેમ્પ કર્યો જેમાં આરોગ્ય લક્ષી અને ખુબ જરૂરિયાત એવી યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ. દરેક યોજનાઓ નો લાભ લેવા જરૃરી આધાર કાર્ડ લીંક નાનામાં નાના રોજગારી માટે ધંધો કરતા ફેરીયાઓ, લારી ગલ્લા, શાકભાજીવાળા ફેરીયાઓ, દૂધ ફેરીયાઓ પાથરણાં જેવા અનેક રોજગારી મેળવતા નાના ગરીબ લોકો માટે ઈ શ્રમ કાર્ડ, વિધવા પેન્શન, પાલક યોજના જેવી યોજનાનો સીધો લાભ મળી રહે જેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહા મંત્રી યોગેશભાઈ પટેલ, મંત્રી છોટુભાઈ પટેલ, ચૌયાઁસી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કરશનભાઈ પટેલ મહા મંત્રી કિશનભાઈ પટેલ ચો.તા.પંચાયતના ઉપ પ્રમુખ વાસંતી બેન પટેલ, રૂશીભાઈ પટેલ દંડક જીલ્લા પંચાયત, સદસ્ય નિલેશભાઈ તડવી, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રવીણભાઈ પટેલ, ગામ પંચાયત સરપંચ શ્રીમતિ જાગૃતિબેન રાઠોડ, ઉપ સરપંચ મનોજભાઈ પટેલ તથા તમામ સભ્યશ્રીઓ તેમજ કુંતલ પટેલ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા સાથે આ કાર્યક્રમમાં હાજર રહી સેવા આપનાર તમામ કર્મચારીઓનો પ્રમુખ આસ્તિક પટેલે આભાર માન્યો હતો. સહુ થકી કવાસ ગામ ના તમામ લાભાર્થીઓને બિલકુલ મફત સેવા નિ:શુલ્ક યોજનાઓ નો લાભ મળ્યો હતો, જેમાં ખાસ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આધાર કાર્ડ, સુ કન્યા યોજના, અટલ પેન્શન જેવી યોજનાઓનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હવે આ રીતે વિના મૂલ્યે તમામ પ્રકારની સેવા કાર્ડની ઉપલબ્ધિ અમે દરેક ગામમાં "મારો ચોર્યાસી તાલુકો મારા ધર આંગણે"અંતર્ગત કરીશું એવું આસ્તિક પટેલ ચોર્યાસી તાલુકા પ્રમુખે પ્રજા પંખ ને જણાવ્યું છે.
Comments