ચોર્યાસી તાલુકાની 04 સીટ કોંગ્રેસના ફાળે આવી.
- Praja Pankh
- Mar 3, 2021
- 2 min read

પ્રજાપંખ સચિન: નગર પાલિકા માં 59. 05 % જિલ્લા પંચાયતમાં 66.67 % અને તાલુકા પંચાયતમાં 66.86 % કુલ મતદાન થયું હતું. જેમાં આ સાંજે લખાય છે ત્યાં 5.15 સુધી 231 તાલુકા પંચાયતોની 4774 સીટમાથી ભાજપને 3137 અને કોંગ્રેસને 1172 તથા અન્ય પાર્ટીને 30 સીટ મળી ચૂકી છે. આ પરિણામ જોતાં કોંગ્રેસમાં વિશ્વાસ રાખનારા હજી ઘણાં છે અને નવી પાર્ટી ને લાવનારાઑ પણ છે. 2015 નો ઇતિહાસ જોઈએ તો ગુજરાતના તાલુકામાં 4715 સીટમાથી 2555 કોંગ્રેસ પાસે આવી હતી અને ભાજપ પાસે 2019 સીટો આવી હતી જ્યારે 141 સીટો અન્યને ફાળે ગઈ હતી. આ વખતે ભલે સમગ્ર ગુજરાતમાં ભાજપ છવાઈ રહી છે પણ અનેક સ્થાનોમાં તો ભાજપ કોંગ્રેસને તોડી નથી શકી, એ પણ એક હકીકત છે. જેનો 2021માં ચોર્યાસી તાલુકાનો દાખલો જોઈએ તો અહી ખાસ સચિન પાસે આવેલ લાજપોર 1 અને 2 માં ભાજપે એમના ક્રાઇટ એરિયામાં આવતા ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી છતાં જીત નો તાજ લાજપોરમાં આ વખતે આમ જનતાએ કોંગ્રેસનાં સીરે પહેરાવ્યો છે. આમ કોંગ્રેસે પોતાની છાપ હજી અકબંધ રાખી છે. હાલ ગુજરાતમાં ભાજપની જીતની લહેર બરકરાર હોવા છ્તાં મોવડીઓએ ખાસ જોવાનું અને ચિંતન કરવાનું રહ્યું કે, લાજપોર 1,2 અને 7 કપ્લેથા કછોલી તેમજ 15 સુંવાલી ખાતેના દરેક વર્ગોને કે ન્યાતીઓને વિકાસમાં પૂર્ણ ન્યાય આપવામાં આવ્યો છે કે નહીં ? શાસનની ક્યાં ચૂક થઈ છે ? મતદારોમાં કઈ નારાજગી છે ? કે જેના લીધે લાજપોર, કપ્લેથા કછોલી અને સુંવાલીની સીટો કોંગ્રેસ પાસે ગઈ ? ગત વખતે પણ એક સીટ કોંગ્રેસની હતી, 5.15 કલાકે મળતા સમાચાર પ્રમાણે ચોર્યાસીની સીટોમાં 04 કોંગ્રેસને ફાળે ગઈ છે. જેમાં ખાસ કહીયે તો લાજપોર 01 સીટ પર અશોકભાઇ ફકિરભાઇ પટેલ ભાજપ, એમની સામે કોંગ્રેસના ઈમરાન બુલબુલિયાએ 1478 મત મેળવ્યા છે. જ્યારે લાજપોર 02 સીટ પર ભાજપના અશોકભાઇ રાઠોડ ની સામે કોંગ્રેસનાં ધરમેશભાઈ રાઠોડે 1030 મત મેળવ્યા છે. અહી આમ જનતાએ પોતાનો ગુપ્ત મત ઇ. વી. એમ. માં બંધ કર્યા બાદ જે પેટીઓ સોમવારે ખૂલી તો ભાજપને લાજપોર 1,2, અને 7 કપ્લેથા કછોલી અને 15 સુંવાલી ખાતે કરારી હાર મળી. 300 મતોની સરસાઈથી ઇમરાનભાઈએ જીત મેળવી છે. અને 7 કપ્લેથા કછોલીની બેઠકમાં પણ કોંગ્રેસમાં વિશ્વાસ મૂકી ઉમર મોહમ્મદ પટેલને 800 મત આપી ગ્રામજનોએ જિતાડયા છે. તો બીજી બાજુ 15 સુંવાલી ખાતે પણ કોંગ્રેસનાં બિન અનામત કલ્પેશભાઇ ભગુભાઈ પટેલને 1045 મતોથી મતદારોએ વિજયી બનવ્યા છે. આમ ભાજપના મોટા આક્રમક પ્રચાર સામે ટક્કર લઈ કુલ 04 સીટ કોંગ્રેસે મેળવી લીધી છે. આમ ભાજપ અને કોંગ્રેસનાં વિજેતાઓમાં 1- ભટલાઇ બેઠક પર તૃપ્તિબેન પટેલ બીજેપી એ 1369 મતો મેળવ્યા, 2- બોણંદ સરિતાબેન રાઠોડ, બીજેપી એ 1421 મતો મેળવ્યા, 3- દામકા વાસંતીબેન પટેલ, બીજેપી એ 2790 મતો મેળવ્યા, 5- હજીરા ઋષિ કુમાર પટેલ બીજેપી એ 940 મતો મેળવ્યા, 6 હજીરા સંગીતાબેન સેલર બીજેપી એ 638 મતો મેળવ્યા, 7- કપ્લેથા ઉમર સેલેમાન પટેલ કોંગ્રેસ એ 800 મતો મેળવ્યા, 9- લાજપોર-1, ઇમરાન મોહમ્મદ બુલબુલિયા કોંગ્રેસ એ 1478 મતો મેળવ્યા, 10-લાજપોર-2 ધરમેશભાઈ હળપતિ કોંગ્રેસ એ 1030 મતો મેળવ્યા, 11- મોહણી દિપ્તીબેન રાઠોડ બીજેપી એ 1540 મતો મેળવ્યા, 12-મોરા-1 લીલાબેન પટેલ બીજેપી એ 736 મતો મેળવ્યા, 13-મોરા -2 લતાબેન પટેલ બીજેપી એ 385 મતો મેળવ્યા, 14 સણીયા કણદે કાંતિભાઈ રાઠોડ બીજેપી એ 3981 મતો મેળવ્યા, 15 સુંવાલી કલ્પેશ પટેલ કોંગ્રેસ એ 1045 મતો મેળવ્યા અને 16 વાંઝ કલ્પનાબેન વાંઝવાળા બીજેપી એ 1253 મતોથી જીત મેળવી છે આમ હાલની તારીખમાં 04 સીટ કોંગ્રેસનાં ફાળે ગઈ છે.
Comments