ચોર્યાસી તાલુકાનાં ભાણોદ્રા – ઇક્લેરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં 1963 બાદ 2021માં પ્રથમવાર ઇલેક્શન. .
- Praja Pankh
- Dec 8, 2021
- 2 min read
છેલ્લા 58 વર્ષથી તમામ ચુંટણીઓમાં ગ્રામ પંચાયત સમરસ થતી રહી જે 58 વર્ષનો એક રેકોર્ડ છે અને હવે 2021માં સરપંચ અને બે વોર્ડ માટે ચુંટણી થશે જે પણ એક ગામ માટે રેકોર્ડ થશે : જો કે ભાણોદ્રા – ઇક્લેરા ગ્રુપ ગ્રામ પંચાયતના 06 સદસ્યો બિન હરીફ ચુંટાયા છે. . . .

સચીન પ્રજાપંખ : ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ આજકાલ જરૂરી થયું છે. જેનાં કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યુ વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓનો લાભ પણ મળે છે. આ યોજનાને ખરેખર સમજી હોય તો ચોર્યાસી તાલુકામાં આવેલ ભાણોદ્રા – ઇક્લેરા ગ્રુપ ગ્રામ પંચાયતના મતદારોએ, જેમણે 1963 થી આજદીન સુધી ગામના વિકાસને ધ્યાને રાખી સ્થાનિક રેકોર્ડ પ્રમાણે 58 વર્ષથી આવતી તમામ ચુંટણીઓમાં ગ્રામ પંચાયત સમરસ થતી રહી જે એક રેકોર્ડ છે અને હવે 2021માં સરપંચ અને બે વોર્ડ માટે ચુંટણી થશે જે પણ એક ગામ માટે રેકોર્ડ થશે, જો કે ભાણોદ્રા – ઇક્લેરા ગ્રુપ ગ્રામ પંચાયતના 06 સદસ્યો બિન હરીફ ચુંટાયા છે. અમારા ગામના 08 વોર્ડમાંથી 06 વોર્ડ્ના સદસ્યોને બિન હરીફ ચુંટીને ગામની લગામ સદસ્ય તરીકે અમારા હાથે આપવાનુ વિચાર્યું, હવે સરપંચની ચુંટણીમાં રીટાબેન નવીનભાઇ રાઠોડ અને ભારતીબેન રમેશભાઇ સુરતી આમને – સામને સરપંચની સીટ માટે ઉભા છે જ્યારે 02 વોર્ડ એટલે કે, વોર્ડ નં. 6 નાં ઇલેક્શનમાં – યુસુફ મહમદી ભામજી - અને નૈનાબેન નાનુ રાઠોડ તથા વોર્ડ નં. 7 ઇલેક્શનમાં – મનહરભાઇ નાનજીભાઇ સુરતી અને પ્રિયાંકભાઇ રમેશભાઇ સુરતી આમને સામને સદસ્ય તરીકે ઉભા છે. જેમનો ભાવી ફેસલો હવે ગ્રામજનો મતદાન કરી કરશે, આ ભાણોદ્રા – ઇકલેરા ગામના બિન હરીફ ચુંટાયેલા સદસ્યો આ પ્રમાણે છે. વોર્ડ નં. 1 સુધાબેન રાજેશ ભાઇ રાઠોડ, વોર્ડ નં. 2 વાસંતીબેન દીનેશભાઇ આહીર, વોર્ડ નં. 3 નૈનાબેન રાજુભાઇ રાઠોડ, વોર્ડ નં. 4 મોજિયા સુલેમાન ભામજી, વોર્ડ નં. 5 પ્રવિણભાઇ અમ્રુતભાઇ રાઠોડ અને વોર્ડ નં. 8 ફારુખ અહમદ સુરતી છે, જેમણે ગ્રામજનોએ સર્વ સમંતીથી ચુંટી લાવ્યા છે. આ 06 સદસ્યો સાથે આમ જોઇએ તો ગામના વિકાસ માટે અનેક ગણૂં સારુ કહેવાય. છતાં આ સાથે ગામના સરપંચ અને તમામ સદસ્યો સર્વસંમતિથી 1963 થી ગામમાં ચાલતી આવતી પરંમપરા જાળવતે તો સર્વમંતિથી રચાતી આવી ગ્રામપંચાયતો માટે સરકાર દ્વારા પ્રોત્સાહક અનુદાનની રકમ ''સમરસ ગામ યોજના'' રુપે મળી શકતે. સાથે સમરસ ગ્રામપંચાયત નો એવોર્ડ પણ ગ્રામપંચાયત ને એનાયત કરવામાં આવતે. એવું ભાણોદ્રા – ઇક્લેરા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં. 8 નાં બિન હરીફ ચુંટાયેલા ફારુખ અહમદ સુરતીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હું પોતે વર્ષોથી બિન હરીફ આવું છું. દરેક ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્યન ઉભા ન થાય તેવી ભાવના જાગ્રુક કરતી યોજના એટલે સમરસ ગ્રામ પંચાયત છે જે અહી 1963 થી ચાલતી આવી છે, તમામ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે અને અનેક વ્યનકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્ચા હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે. આજે અમારા 06 ગ્રામ્ય મેમ્બરને ગ્રામવાસીઓએ સર્વાનુમતે વરણી કરી આપી જે બદલ અમે સહુ ભાણોદ્રા –ઇક્લેરા ગ્રામવાસીઓનો આભાર માનીએ છીએ એવું વોર્ડ નં. 8 ફારુખ અહમદ સુરતીએ જણાવ્યું છે.
Commentaires