ચોર્યાસી તાલુકાના ધારાસભ્યશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલની અધ્યક્ષતામાં......
- Praja Pankh
- Sep 30, 2022
- 1 min read
સામાજીક વનીકરણ વિભાગ,સુરત દ્વારા તાલુકાકક્ષાના ૭૩માં વનમહોત્સવની ઉજવણી સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે કરાઈ
વૃક્ષારોપણ દ્વારા બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું સંવર્ધન અને જાળવણી કરવા પ્રેરિત કરવામાં આવ્યાઃ
પ્રજાપંખ સુરત: શુક્રવાર: સામાજીક વનીકરણ વિભાગ, સુરત વિસ્તરણ રેન્જ ચોર્યાસી દ્વારા સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે ચોર્યાસી તાલુકાના ધારાસભ્યશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલની અધ્યક્ષતામાં તાલુકાકક્ષાના ૭૩ માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવોનું તુલસીના છોડ વડે સ્વાગત કરી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી તેના સંવર્ધન માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઋષિકુમાર પટેલ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી શ્રીમતિ વાસંતીબેન પટેલ, કોર્પોરેટર શ્રીમતિ પીયુષાબેન પટેલ, શ્રીમતિ રીનાબેન રાજપુત, શ્રી ચિરાગભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ નાયકા, સામાજીક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ ચોર્યાસી તેમજ એલ.ડી.હાઈસ્કુલ સચિનના આચાર્યશ્રી ડૉ.નીલેશ જોષી અને શિક્ષકો તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--૦૦--
Comments