ચોરીની મોપેટ સાથે આરોપીને ઝડપથી સચિન પોલીસ
- Praja Pankh
- Feb 3, 2021
- 1 min read

સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના અન
ડિટેક્ટ ગુન્હા શોધાવા અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા બાબતે સચિન પોલીસ ઈન્સ્પેકટર
એન.એ. દેસાઇના માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ.એન.જાની સાથે વર્ગ “અ” ના
પડતર ગુના શોધવા સચિન રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.પો.કો. પ્રવીણભાઈ ભીમાભાઇ
અને અ.પો.કો. વિક્રમભાઈ ગોવિંદભાઈને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે આરોપી સાવરભાઈ
રામજીભાઇ ચૌધરી ઉમર 38 ધંધો વેપાર રહે. સુડાં- પ્લોટ નંબર 07 સાઈનાથ સોસાયટી સચિન સુરત
એક ડાર્ક ગ્રે કલરની યામાહા કંપનીની ફસીનો મોપેટ નંબર જી જે 05 ઇ વાય 7967 લઈને જતો હતો
જેને અટકાવી મોપેટ સાથે ઝડપી પાડી સદર આરોપીને મોપેટના આર ટી ઑ ને લગતા પત્રકો માંગતા
નહીં હોવાનું જણાવી વ્યવસ્થિત જવાબ ન આપી ગલ્લા તલ્લા કરવા જતાં પોલીસને સંતોષ કારક
જવાબ ન મળતા તેની સામે પ્રાથમિક કક્ષાએ સદર મોપેડ કોઇની પાસેથી ચોરી અથવા છળ કપટથી
લાવેલાનું જણાતા જે બાબતે ઉપરોક્ત જણાવેલ યામાહા કંપની ની ફસીનો મોપેડ ની કિમત અંદાજિત
રૂપિયા 30,000/- જેટલી ગણી પંચનામાની વિગતે સી આર પી સી કલમ 102 મુજબ તપાસ અર્થે કબ્જે
કરી સદર આરોપીને સી આર પી કલમ 41 (1) ડી આઇ મુજબ અટક કરી સચિન પોલીસ સ્ટેશન દ્વારા
ફરી વખત પ્રશંસનીય કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, પી એસ આઇ એ. એન. જાની, અ
હે કો હસમુખભાઇ નારાયણભાઇ, અ પો કો પ્રવીણભાઈ ભીમાભાઇ અને અ પો કો વિક્ર્મ્ ભાઈ
ગોવિંદભાઇએ એક ટિમ વર્કમાં કામ કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.
Comments