ચોરીની બાઇક સાથે આરોપીને ઝડપી પાડતી સચીન પોલીસ
- Praja Pankh
- Jan 15, 2021
- 2 min read

પ્રજાપંખ સચિન : મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝનના ઓ એ વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા તથા વાહન ચોરીના બનતાં બનાવો અટકાવવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ એન. એ. દેસાઇ ના માર્ગદર્શન અને સુચનાથી સચીન પો.સ્ટે વિસ્તારમા સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની અને સ્ટાફ તથા અન્ય પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વર્ગ “અ” પડત ગુના શોધવા સચિનમાં સઘન પેટ્રોલીંગ કરતાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ખોડુભાઈ સબળસિંહ તથા અ.પો.કો. અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ રાઠોડ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી બબલુ છોટેલાલ સહમત - ઉમર 27, મજૂરી કામ અને રહે. 06 યાદવ નગર પાલીગામ સચીન જી આઈ ડી સી તા-ચૈાર્યોસી જી.સુરત શહેર ના ઑ પાસે એક લાલ કલરની બજાજ કપનીની ડિસ્કવર -100 ની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર જોતાં જી જે -05, એચ. બી. 9135 નો છે તથા ચેસિસ નંબર જોતાં એમ ડી 2 ડી એસ પી એ ઝેડ ઝેડ યુ ડબલ્યુ બી 32382 નો છે તથા એન્જિન નંબર જોતાં જે બી એમ બી યુ બી 83085 નો જણાયેલ છે. સદર આરોપીને આર ટી ઑ ને લગતા દસ્તાવેજી કાગળો માંગતા નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબો આપી કોઈ સંતોષ કારક ખુલાશો કરેલ નહીં જેથી પ્રાથમિક દ્રસ્ટીએ સદર મોટર સાઇકલ કોઇની પાસેથી ચોરી કરી અથવા છળ કપટથી લાવેલાનું જણાતા જે ઉપરોક્ત જણાવેલ બજાજ કંપનીની ડિસ્કવરી 100 મોટર સાઇકલ ની કિમત રૂપિયા 20,000/- જેટલી ગણી પંચનામાની વિગતે સી આર પી સી કલામ 102 મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદર આરોપીને સી આર પી સી કલામ – 41 (1)ડી મુજબ અટક કરી ખુબજ સચિન વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં નીચે મુજબના પોલીસ અધિકારી અને કર્મચારી સામેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. એ. દેસાઇ, પો.સ.ઇ એ. એન. જાની, અ.હે.કો. ખોડૂભાઈ સબળસિંહ, અ. પો. કો. અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ રાઠોડ, અ. પો. કો. પુંજાભાઈ પરબતભાઇ અને અ. પો. કો. વિક્રમભાઈ ગોવિંદભાઇ હતા જેઓ દ્વારા ખુબજ પ્રશંસનીય કામગીરી સચિન પોલીસ સ્ટેશન દ્વારા થયેલ છે.
Comments