ચીન થી સચિનનો સફર ખેડશે બી.કે.સપના દીદી
- Praja Pankh
- Apr 16, 2022
- 2 min read
"ચીનનાં રાજયોગ ટીચર અને મોટીવેશન સ્પીકર બ્રહ્માકુમારી દીદી સપના સચિનમાં"

સચિન : બ્રહ્માકુમારી કેન્દ્ર સચિન દ્વારા મળતી માહિતી અનુસાર વિશ્વ માં જાણીતા અને ચાઇના નાં વિખ્યાત રાજયોગ ટીચર તથા મોટીવેશન સ્પીકર આ રવિવારે તા. ૧૭/૦૪/૨૦૨૨ નાં સાંજે ૫
કલાકે ચીન થી સચિનની ધરતી પર પધારશે, ત્યારે ધન્ય થશે સચિન, બી કે સપના દીદી ખાસ વક્તા તરીકે પધારી રહ્યા છે. જેમનો મુખ્ય વિષય છે "આધ્યાત્મિકતા જ ઉન્નતિ નો આધાર છે" "आध्यात्मिकता ही उन्नति का आधार हैं" આ વિષય પર તેઓ શ્રોતાજનોને તારીખ 17 એપ્રિલ 2022, રવિવાર સાંજે 5 થી 7 વાગ્યા સુધી શ્રોતાજનોને સંબોધન કરશે, આપે સાંજે ૪:૩૦
કલાકે પોતાની સીટ મેળવી લેવી પડશે, આ કાર્યક્રમ સચિનના બ્રહ્માકુમારી હોલી પેલેસ, 253/A ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે, સચિન તલંગપુર રોડ, જી.આઇ.ડી.સી. સચિન, સુરત ખાતે યોજાશે. વધુ વિગત માટે 9429268186 કોન્ટેક્ટ કરી શકો છો.
બી કે સપના દીદી મોટીવેશન સ્પીકર અને રાજયોગ ટીચર તરીકે પ્રખ્યાત છે. તેઓ એ અનેક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21મી જૂન) નાં રોજ એક ગુરુજન તરીકે તેમને વિશેષ બોલાવવામાં આવે છે. તેઓ ચીનમાં બ્રહ્માકુમારી સેન્ટર ચલાવે છે, ગત વર્ષે જ ચીન-ભારત સાંસ્કૃતિક વિનિમય કેન્દ્ર દ્વારા એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે
ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સમર્થિત, જેમાં લગભગ 1500 ચાઇનીઝ યોગ ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં યોગ પ્રદર્શન, ભારતીય અને ચાઈનીઝ નૃત્યનું સંયોજન હતું
બ્રહ્મા કુમારીઓ દ્વારા પ્રદર્શન અને ધ્યાન યોગ થયાં હતાં જેમાં શહેરના મેયર અને અન્ય સ્થાનિક સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
બહેન સપનાને સહભાગીઓ માટે રાજયોગ ધ્યાન કરાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બધા માટે એક ખુલ્લું સત્ર હતું અને બાદમાં વિવિધ શિક્ષકો દ્વારા વિવિધ વર્કશોપમાં હાજરી આપવા માટે સહભાગીઓને નાના જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. બહેને “ Awakening the Master Within ” વિષય પર 2 કલાકની વર્કશોપ પણ યોજી હતી. આમ દેશ વિદેશના જાણીતા અને ચાઇના નાં વિખ્યાત રાજયોગ ટીચર તથા મોટીવેશન સ્પીકર આ રવિવારે તા. ૧૭/૦૪/૨૦૨૨ નાં સાંજે ૫
કલાકે ચીન થી સચિનની ધરતી પર પધારશે એવું બી કે સંસ્થાના રીના દીદી એ
જણાવ્યું છે.
Comments