ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેના માટે મોહલ્લા મિટિંગ અને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
- Praja Pankh
- Feb 3, 2021
- 1 min read

પ્રજાપંખ દ્વારા : સચિન સુરતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જે અનુસંધાને સુરત કમિશનરની સૂચના અન્વયે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે જે માટેના સૂચનો માટે પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઈના માર્ગદર્શનમા સચિન ખાતે મોહલ્લા મીટીંગનો દોર સચિન પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ગત રોજની મિટિંગમાં પી. એસ. આઈ. મનીષ રાઠોડ, વી. એમ. મકવાણા, પી. એસ. આઈ. મછાર, તથા હેકો જયેશભાઇ ગામિત સહિત હોમગાર્ડ પ્રકાશ મોર્ય અને એનસીસીના અંકિત કશ્યપ હાજર રહ્યા હતા. રાઠોડ પી. એસ. આઈ. ના જણાવ્યા મુજબ આપના વિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય જે માટે આપણે સહુએ પ્રયત્નશીલ રહેવાનુ છે. કોઈ બહારના તોફાની તત્વો ભાગ ન ભજવી જાય તે સ્થાનિક યુવાઓએ જોવાનું રહેશે, ચૂંટણી નજીક આવશે અને સોશિયલ મીડીયામાં પસંદ નાપસંદ રાજકીય ગરમાગરમ સમાચારો મળશે. કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરનારા અને ભય અને અફવાવા ફેલાવનારાઑ પર પોલીસની ચાંપતી નજર રખાઇ રહી છે. મોહલ્લા મિટિંગમાં મોટા પ્રમાણમાં સ્થાનિક સંસ્થા અને સમાજના પ્રમુખો, યુવાનો અને સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો અને ચૂંટણી દરમિયાનની જરૂરી સુચનોની આપ લે કરી હતી. આ સમયે મનીષભાઈ રાઠોડ પી. એસ. આઈ. એ કાયદાકીય જાણકારી સહુને આપી હતી. યુવા વર્ગે ચૂંટણી સમયે ખાસ કાળજી રાખે પણ જણાવાયું છે. વધુમાં રાઠોડ પી. એસ. આઈ. એ ભાર પૂર્વક કહ્યું કે, સમગ્ર ચૂંટણી સરળતાથી પાર પડે જે બાબતનીતમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે. આપ સહુનો સહકાર પણ જરૂરી છે. છતાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા કોઈ બગાડશે તેવાઓને પોલીસ સાંખી લેશે નહીં જેની ખાસ કાળજી રાખવી એવું પણ જણાવ્યુ હતું.
Comentários