ચૂંટણી ટાણે સચિન પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
- Praja Pankh
- Feb 18, 2021
- 2 min read

પ્રજાપંખ સચિન : સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહીબ્રિશેનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય જે માટે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન.એ. દેસાઇના માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની સાથે સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી. એસ. આઈ. એ. એન. જાની અને અ.પો.કો. રામભાઇ વાસાભાઈને ભારતીય બનાવટનો વિદેશી દારૂની મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે સચિન ભાણોદરા ગામ શિવશક્તિ ગૌ શાળાની પાછળ આવેલ ઝાડી ઝાખર વાળી પડતર જગ્યામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ટની નાની અને મોટી કુલ્લે નંગ 1848 નંગ કિમત રૂ. 5,65,890/- તથા એક બજાજ કંપનીની ટુ વ્હીલર કિમત રૂ. 20,000/- અને રિક્ષા 1,25,000/- તથા અંગ ઝડતી વખતે મળેલ મોબાઈ નંગ 2 મોબાઈલ કિમત રૂ. 900/-આમ કુલ્લે રૂ। 7,19,980/- ની મત્તાના મુદ્દામાલ કબ્જે લઈ સાથે આરોપીઓને ઝડપી પાડી ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયયમ 2019 ની કલમ 65 (એ)(ઇ), 98(2)81 મુજબ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે. આરોપી મુકેશ સહની ને ઝડપી પાડતા સમયે પોલીસને જોઈને નાસી જનાર બીજા આરોપી (2) રઈશ ઉર્ફે ડબબૂ શેખ, (3) રિક્ષા ડ્રાઈવર જેનું નામ ખબર નથી જેઓને વોંટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધમાં પણ સચિન પોસ્ટે સી પાર્ટ થી નશાબંધી ની કલમો લગાવી કેસ દર્જ કરીને આગળની કાર્યવાહી કરી છે. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ નાની અને મોટી કુલ્લે નંગ 1848 નંગ કિમત અને કુલ્લે રૂ। 7,19,980/- ની મત્તાના મુદ્દામાલ બાતમીના આધારે ઝડપવામાં સંપૂર્ણ ટિમ વર્કની મહેનત ફળી છે. આ પ્રશંસનીય કામગીરીની ટિમ વર્કમાં પોતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, પો.સ.ઇ. એ. એન. જાની, પો.સ.ઇ. એસ.સી.સિંગાડા, એ એસ આઈ પીતાંબર વ્યંકટ, એચ સી. હસમુખભાઇ નારણભાઇ, પીસી - અજીતસિંહ ટખૂબા, પીસી - સત્યપાલસિંહ જેઠુભા, પીસી - રામભાઇ વાસાભાઈ, પીસી - પ્રવીણભાઈ ભીમાભાઇ, પીસી – અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ, પીસી - હેમંતભાઈ ગણેશભાઈ, પીસી - અરવિંદભાઇ ઉગાભાઈ અને પીસી મુકેશભાઇ શિવાભાઇએ એક ટિમ વર્કમાં કામ કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.
Comentários