top of page

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિટીલાઈટ ખાતે ૨૦૦ ગંગાસ્વરૂપ બહેનોને ‘અક્ષયપાત્ર’ અનાજકીટનું વિતરણ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 13, 2022
  • 1 min read

સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા વધુ રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે કબુતર ઘરનું લોકાર્પણ

અલથાણ ખાતે સિનીયર સિટીઝન એસોસિયેશન દ્વારા વડીલોનું સ્નેહમિલન યોજાયું બહુમાન

અલથાણ ખાતે ઓમ સાંઈ પાલખી યાત્રા-રક્તદાન કેમ્પ

પ્રજાપંખ સુરત:રવિવાર: ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ સુરતમાં સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે લક્ષ્મીનારાયણ સેવા સમિતિ દ્વારા નિર્મિત કબુતરઘરનું લોકાર્પણ, ચંદનપાર્ક સોસાયટી પાસે સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે સિટીલાઈટના શુભ કોમ્પ્લેક્ષ ખાતે ગંગાસ્વરૂપ બહેનોને કોવિડ-૧૯ રિલીફ ફીડીંગ પ્રોગ્રામ અંતર્ગત સન્માન અને સહયોગ માટે અંદાજિત ૨૦૦ જેટલા ગંગાસ્વરૂપ બહેનોને મંત્રીશ્રીના હસ્તે ‘અક્ષય પાત્ર’ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગૃહરાજ્યમંત્રીશ્રી અલથાણ ખાતે સિનીયર સિટીઝન એસોસિયેશન દ્વારા આયોજિત વડીલોના સ્નેહમિલન અને બહુમાન કાર્યક્રમ, અલથાણ ખાતે ઓમ સાંઈ પાલખી યાત્રા અને રક્તદાન કેમ્પ, સોસિયો સર્કલ પાસે યુમેઈ અલાયન્સ કંપનીની ૧૫મી વર્ષગાંઠ અને રફાલ એમ્બ્રોઈડરી મશીનના લોન્ચિંગ, લિંબાયતના સંજયનગરમાં શ્રાવસ્તી સમ્રાટ મહારાજ સુહેલદેવ મહારાજની જયંતિ મહોત્સવમાં પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સિનીયર સિટીઝન એસોસિએશનના કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલોને મળવાનો, તેમની સાથે સંવાદ અને સમય વ્યતિત કરવાનો આનંદ અવર્ણનીય હોય છે. તેમનો અનુભવ જીવનમાં વધુને વધુ આગળ વધવાની પ્રેરણા આપે છે. નવી પેઢીના યુવાનોમાં સુસંસ્કાર, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો, રિતીરિવાજોને આત્મસાત કરી અભ્યાસ, રમતગમત સહિતના ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયાસ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

મંત્રીશ્રીએ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે.એમ પણ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ગંગાસ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરતા જણાવ્યું હતું કે, હવે સરકાર અસહાય મહિલાઓની હંમેશા સાથે છે. કોરોનાકાળ બાદ આવી પડેલી વિકટ સ્થિતિનો સામનો કરવા આ અક્ષયપાત્ર કીટ ઉપયોગી બની રહેશે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page