top of page

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ સચિન જીઆઇડીસી વિસ્તારની મુલાકાત લીધી હતી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 9, 2022
  • 1 min read

પ્રજાપંખ :- રાજ્યના ગૃહ મંત્રી સચિન આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ મથકના પી.આઇ. જાડેજાને તથા સચિન પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ જાહેર થયો, તે સાથે આ પોલીસ મથકના અન્ય 14 પોલીસ કોન્સ્ટેબલોની પણ તાત્કાલિક અસરથી શિક્ષાત્કમક બદલીનો હુકમ જાહેર થયો છે , સચિન જીઆઇડીસી પોલીસ મથકના પી.આઇ., ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરત રિજિયના મુખ્ય અધિકારી તથા પ્રદૂષણ માફિયા સાથે સતત સંપર્કમાં રહેતા સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. મુખ્ય બીજ સચિન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુધી પોહંચ્યો....જેથી

સમગ્ર પોલીસ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે, ગૃહ રાજ્યમંત્રીએ સચિન જીઆઇડીસી પહોંચી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યાર બાદ બેજવાબદાર અધિકારીઓ ઉપર ગાજ વરસી છે. કેમિકલ માફિયાઓએ જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના કાળા કારોબારમાં હાથ કાળા કર્યા છે જેના તપાસમાં નામો બહાર આવશે, આ પ્રદૂષણ માફિયા અને ભ્રષ્ટાચારી સરકારી બાબુઓની સાઠગાંઠને પગલે 3 દિવસ અગાઉ 6 નિર્દોષની આંખો મિંચાઇ જતાં એમનો પરિવાર નિરાધાર થઈ ગયો છે. જેથી ગત રોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ સચિન જીઆઇડીસી વિસ્તારની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીની સ્થળ સમીક્ષા બાદ તેમના અધ્યક્ષ સ્થાને એક તાકીદની બેઠક યોજાઇ હતી. કલાકો સુધી ચાલેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં ઘટનાને સંબંધિત વ્યક્તિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ મોડી સાંજે સચિન જીઆઇડીસી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજાને ફરજમાં ગુનાહિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પી.આઇ. જાડેજા ઉપરાંત પ્રદૂષણ માફિયા પ્રેમ સાગર ગુપ્તા સાથે સાઠગાંઠ ધરાવતા સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલ વિક્રમ ગોવિંદ ગાંગડને સસ્પેન્શનનો ઓર્ડર હાથમાં પકડાવી દેવાયો હતો. ગાંગડ અને ગુપ્તા એકબીજા સાથે મોબાઇલ ફોનથી સતત સંપર્કમાં હોવાનો કોલ ડિટેઇલ પરથી ભાંડો ફૂટી ગયો સાથે જીપીસીબીના રિજિયોનલ અધિકારી પરાગ દવે દ્વારા પણ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા તેમને પણ સસ્પેન્ડ કરતો હુકમ જાહેર થયો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page