top of page

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 23, 2021
  • 1 min read

પ્રજાપંખ :-સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.

આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને પનાહ મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’

આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં લોકોને ભગવાન રામ સાથે જોડાવા માટે અપીલ પણ કરાશે અને લોકો રામવનના વૃક્ષો દત્તક પણ લઈ શકશે. આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટ્રી તેમજ સુરતના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતની પુત્રી તરીકે હું અત્યંત આનંદીત છું કે પર્યાવરણ માટેના અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલા વિરલભાઈ અમારી સંસ્થા સાથે જોડાયા છે. રામવનને કારણે અમારા બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે અને તેમને વૃક્ષો તેમજ પર્યાવરણ સંદર્ભે નિસ્બત કેળવાશે. આ પ્રોજેક્ટને કારણે અમારા બાળકોને તેમના ઘર જેવો જ માહોલ મળશે અને વનની પ્રતિતિ થશે.’

ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અંતર્ગત રામમંદિરના માનમાં તૈયાર થઈ રહેલું રામવન સચીન અને આસપાસના વિસ્તારો માટે ઑક્સિજન ચેમ્બર બની રહેશે અને સમગ્ર વિસ્તારના પર્યાવરણ પર હકારાત્મક અસરો ઊભી કરશે.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page