બી જે પી નાં સમર્થનમાં ગાંધીનગરમાં મળ્યું માલઘારી સમાજ નું સંમેલન મળ્યું
- Praja Pankh
- Sep 30, 2021
- 1 min read
Updated: Oct 1, 2021

ગાંધીનગર પ્રજાપંખ : આજકાલ ગાંધીનગર ખાતે ચુંટણીનો માહોલ શરૂ છે તેવા સમયે માલધારી સમાજ દ્વારા ગાંધીનગર મહાનગરમા ચૂંટણી સમયેજ એક માલધારી સમાજ સંમેલન પાટનગરમાં રાખવામાં આવ્યું અને જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સુરત ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઈ ભરવાડને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મુકામે માલધારી સંમેલન વિજયભાઈ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ વિભાગ સંયોજક ડો. રૂત્વિક પટેલ તથા ગાંધીનગર મહાનગર પાલિકાના પાર્ટીના પદાધિકારીઓ તથા માલધારી સમાજના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું, સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખશ્રી પાટીલ સાહેબને સમગ્ર માલધારીઓ કમળધારી બની જંગી બહુમતી તમામ ઉમેદવાર ને વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યુ હતું.....









Comments