ગુજરાતી ફિલ્મે ઇન્ડીયા બુક્સ ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું...
- Praja Pankh
- Jun 22, 2021
- 2 min read
ગાંધીનગર નાં નવાં કલાકારોએ ગુજરાતી ફિલ્મ માટે ઇતિહાસ સર્જ્યો : જગદિશ સોની લિખીત-દિગ્દર્શીત ફિલ્મે ઇન્ડીયા બુક્સ ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું

સચિન પ્રજાપંખ : આજે ભારતભરનાં ગુજરાતી ના કલાજગત અને ગુજરાતી ફિલ્મો ના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ (પાનું) ઉમેરાયું છે અને તે પણ ગાંધીનગર નાં નવાં કલાકારોએ ઇતિહાસ સર્જી દીધો છે. સોનીનો દિકરો દાગીના બનાવે એમાં નવાઇ શાની ! પરંતુ સોનીનો દિકરો દાગીના બનાવતા બનાવતા કલાજગતમા ગુજરાતી ફિલ્મ માટે આવીને એક ઇતિહાસ સર્જે તો નવાઈ કહેવાય ! અને ગુજરાતી બોલીવુડ ના મોટા મોટા કલા દિગ્ગજો ની સામે પા-પા પગલી માંડતા ગાંધીનગર નાં નવા આ કલાકારો દ્વારા ઈતિહાસ સર્જાઇ ગયો, ગાંધીનગરમાં રહેતા સામાજિક કાર્યકર, નાટ્ય અને ફિલ્મ કલાકાર હિમાંશુ ભચેજ કે જેમણે પણ આ ગટ્ટુ માય ફ્રેન્ડ ફિલ્મ માં નાની ભૂમિકા ભજવી છે અને ગાંધીનગરમાં રહેતા એવા પ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક અને નિર્માતા ભચેજભાઈના પરમમિત્ર ભાઇ જગદિશ સોની છે એમના અને એમની ફિલ્મ વિશે ભચેજભાઈ જણાવે છે કે, આજથી ચાર વર્ષ પૂર્વે એક સ્પે સબ્જેક્ટ અને સમાજનાં સ્પે.વ્યક્તિઓ ઉપર તન્વી - ગ્રેવિશા ફિલ્મ્સ ના બેનર હેઠળ એક ગુજરાતી ફિલ્મ બનાવી જેનું નામ "ગટ્ટુ માય ફ્રેન્ડ" હતું વામન એટલેકે ઠીગુંજી ઉપર બનેલી સામાજિક મેસેજ આપતી ફિલ્મ છે મજાની વાત એ કે આ ફિલ્મમાં એકી સાથે ૬ ઠીગુંજી મુખ્ય હિરોના રોલમાં છે અને ફિલ્મનાં મોટાભાગના ૯૮ % કલાકારો તદ્દન નવાં પા-પા પગલી માંડનારા આંગળીના વેઢે ગણાય એવા છે સામે એટલાજ જુના દિગ્ગજ કલાકારોએ પણ ભૂમિકા ભજવી છે, ૬ થીંગુજી ઉપર બનેલી આ ફિલ્મને એક રેકોર્ડ માની "ઇન્ડીયા બુક્સ ઓફ રેકોર્ડ" દ્વારા નિર્માતા દિગ્દર્શક ને સન્માનિત કરવામાં આવ્યા અને મને એટલે (હિમાંશુ ભચેજ)ને ગર્વ છે કે હું દિગ્ગજ કલાકાર હોવાં છતાં આજની પેઢીના નવા કલાકારો સાથે નાનકડા રોલમાં ફિલ્મનો ભાગ છું. ફિલ્મનાં લેખક- દિગ્દર્શક જગદિશ સોની, તમામ કલાકારો, ટેકનીકલ ટીમ સહિત તન્વી-ગ્રેવિશા ફિલ્મ પરિવારજનો ને સફળતા અને એચીવમેન્ટ માટે હિમાંશુ ભચેજ હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું....
Комментарии