top of page

ગભેની અને કલર ટેક્સ પાસેના સ્પીડ બેકર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાલ પૂરતા દૂર કરાયા....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 24, 2021
  • 2 min read

સચિન પ્રજા પંખ : સચિન જીઆઈડીસી ના મેન એન્ટ્રી ગેટ નંબર 1 મુખ્ય રોડ નંબર ૬ ઉપર રોડ તોડીને વરસાદી પાણીના નિકાલ માટે કલવટ બોક્સ બનાવવાનું કામ નોટિફાઇડ દ્વારા ચાલુ કરવામાં આવતા ગેટ નંબર એકની ચોકડી ગેટ નંબર બે અને ગભેણી ચોકડી પાસે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી અને સવાર-સાંજ પીક અવર્સ દરમિયાન ત્યાં બે થી ત્રણ કિલોમીટર વાહનોની કતાર લાગવા માંડી હતી જેના કારણે સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો, શ્રમજીવીઓ અને આમ જનતાને ખૂબ હેરાન ગતિ થવા પામી હતી અને બેથી ત્રણ કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેતા હતા. જેથી ત્યાંથી રોજનું આવન-જાવન કરતા સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો અને નાગરિકોની ફરિયાદ ઉઠી હતી કે સમગ્ર વાહનોનો ધસારો ચારે બાજુથી ગભેણી ચોકડી તરફ આવતો હોય તો ત્યાં જે 8 સ્પીડ બ્રેકર લગાવ્યા છે તો તેના કારણે વાહનો જલ્દી નીકળી શકતા નથી અને U-turn મારવામાં પણ અટવાવુ પડે છે. જેથી સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોની માંગ ઉઠી હતી કે જ્યાં સુધી ગેટ નંબર 1ઉપર Calvert બોક્સ નું કામ ચાલુ છે ત્યાં સુધી એક માસ માટે હંગામી ધોરણે ગભેણી ચોકડી વાલા ૮ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવે. જેના અનુસંધાનમાં ગઈકાલે સુરત મુખ્ય પોલીસ મથક માં DCP પ્રશાંત સુંબે ACP મેવાડા તથા નેશનલ હાઇવે ઓથોરિટી ના સંજય ચૌધરી અન્ય અધિકારીઓ , સ્થાનિક નગર સેવકો સાથે મિટિંગનું આયોજન ગોઠવેલ જેમાં સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના હાલના સત્તાપક્ષ અને માજી શાસક પક્ષને પણ બોલાવ્યા હતા અને મીટિંગ દરમિયાન નિર્ણય કરવામાં આવ્યો કે ૨૪/૧૧ થી અગિયાર વાગ્યે સ્પીડ બ્રેકર દૂર કરવાની કામગીરી આજુબાજુના ગામવાસીઓ ને વિશ્વાસમાં લઇ કરવી. જેના ભાગરૂપે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ACP મેવાડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ, સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો, સ્થાનિક કોર્પોરેટરો તથા ગભેણી, ઉન ના àગામવાસીઓ ની હાજરીમાં સ્પીડ બ્રેકર દૂર કરવા અંગે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ તમામની સર્વસંમતિ એ ગભેણી ચોકડીના 8 સ્પીડ બ્રેકર દૂર કરવા અંગે નીચે મુજબના નિર્ણયો કરવામાં આવ્યા.


(1) એક માસ માટે હંગામી ધોરણે 8 સ્પીડ બ્રેકર દૂર કરવા.

(2) સવારે 10 થી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે અને Fatal એકસીડન્ટ ન થાય તે માટે પાંચ ટીઆરબી જવાનો મુકવા અને રાત્રિ સમય દરમિયાન 2 ટીઆરબી જવાન મુકવા.

(3) રાત્રિ સમય દરમિયાન Fatal એકસીડન્ટ ન થાય તે માટે બેરયક મુકવા. જેથી વાહનો ની સ્પીડ ધીમી થાય.

(4) ઓવર-બ્રિજ ઉપરથી ફૂલ સ્પીડમાં આવતા વાહનો ની ધીમી સ્પીડ કરવા અંગે સાઇન બોર્ડ લગાવવા તથા યેલો કલરની સ્પાર્કલ લાઈટ મૂકવી.એવી ચર્ચાઓ થઈ હતી એવું

સચીન જીઆઈડીસીના ઉદ્યોગકાર

મયુર જે ગોળવાલા(માજી મંત્રી)

નીરવ સભાયાએ જણાવ્યું છે

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page