ખૂનના ગુનામાં પેરોલ રજા લઈ નાસતા ફરતા કેદીને ઝડપી પાડતી સચિન પોલીસ..
- Praja Pankh
- May 12, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અન્ય અધિકારી શ્રી ઓ ની
મળેલ સુચનાથી પેરોલ ફર્લો રજાપરથી હાજર નહી થયેલ આરોપી અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે પો.ઇન્સ આર.આર.દેસાઈ નાઓનાં માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ જે, મચ્છર ના નેજા હેઠળ એ,એસ,આઈ.પિતામ્બર વ્યંકટ બ.નં-૨૫૫૩ તથા અ.પો.કો મુકેશકુમાર શિવાજી બ.નં-૨૩૮૫નાઓની સંયુક્ત બાતમીથી પાકી હકીક્ત મળેલ કે સચીન પો.સ્ટે. I ગુરન -૧૮૫/૨૦૧૨ ઈ.પી.કો કલમ-૩૦૨ વિગરેના કામે પકડાયેલ અને નામદાર છઠ્ઠા એડી.સેશન્સ કોર્ટ સુરત નાઓની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે તા.૨૫/૦૪/૨૦૧૭ ના રોજ ૦૬ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૫૦૦/- દંડની સજાનો હુકમ કરતા ત્યારથી આરોપી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલ પાકા કામનો કૈદી નં ૧૩૮૦ ગોપાલભાઈ ગોવિંદભાઈ દેવીપુજક, ઉ.વ-૩૨, રહે- ઘર નં-એલ/૪૭૯, સ્લમ બોર્ડ સચીન સુરત, હાલ લાજપોર મધ્યસ્થ જેલ, સચીન સુરત નાઓને તા-૦૧/૦૪/૨૦૨૨ ના રોજ થી દિન-૧૦ ની પેરોલ રજા ઉપરથી મુકત કરવામા આવેલ અને મુદ્દત પુર્ણ થતા પરત મે,કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી સુરત નાઓ પાસે દિન-૧૩, તથા દિન-૦૮, ની પેરોલ રજાની માગણી કરતા મજકુર કેદીની પેરોલ રજા મંજુર થયેલ, પરંતુ રજા પૂર્ણ થતા તા-૦૩/૦૫/૨૦૨૨ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મજકુર કૈદી મુદતની અંદર હાજર થયેલ ન હતો અને પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો જે ફરાર કેદીને ઉપરોક્ત બાતમીનાં આધારે વોચ ગોઠવી સચિન પોલીસ દ્વારા ઝડપી લાજપોર જેલ ખાતે મોકલી આપેલ છે.
Comments