ખાતમુહૂર્ત - ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે
- Praja Pankh
- Apr 13, 2022
- 2 min read
ઉંબેર ગામ થી તલંગપુર ને જોડતા રસ્તાના રી-કાર્પેટ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.

રી કાર્પેટ થી ખાડા ટેકરામાંથી છુટકારો મળશે, તલંગપુરથી ઉબેરનો રોડ ૧૮.૮૫ લાખનાં ખર્ચે અને ૭૦ જેટલી સ્ટ્રીટ લાઇટો ૧૪.૪૯ લાખના ખર્ચે નાંખવામાં આવશે કુલ ૩૪ લાખના ખર્ચે વિકાસનું કાર્ય થશે. : ઝંખના બેન પટેલ ધારાસભ્ય ૧૬૮ ચોર્યાસી....
પ્રજાપંખ સચિન : આજે ઉંબર તલંગપુર ખાતે ઝંખના બેન પટેલ ધારાસભ્ય અને સુરત જિલ્લા સંગઠન ભાજપા પ્રમુખ સંદીપ દેસાઈના મુખ્ય પદે સાઉથ ઝોન-બી ડ્રાફટ ટી.પી સ્કીમ નં-૩૩ના તલંગપુરથી ઉબેરના ૧૨ મીટર ટી.પી રસ્તાને ૭.૫૦મીટર પહોળાઇમાં મહાનગર પાલિકા દ્વારા રી-કાર્પેટ કરાશે સાથે ૭૦ જેટલી સ્ટ્રીટ લાઇટના પોલ્સ પણ નાંખવામાં આવશે. આમ કુલ ૩૪ લાખનો ખર્ચ થશે અને રોડનું નવીનીકરણ થશે. આ રોડ કાર્યનું ખાતમુહુર્ત આજે કરવામાં આવ્યું. જેમાં સ્થાનિક નગર સેવકો એ સંદીપ દેસાઈને રજૂઆત કરતા દેસાઇએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલજીને જણાવી અંગતરસ લઇને આ કાર્યને પ્રાધાન્ય આપ્યું છે. વોર્ડ ૩૦ નાં કોર્પોરેટરો દ્વારા જણાવ્યા મુજબ તલંગપુરથી ઉબેર તરફનો આ રસ્તો સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ માટે ત્રાસદાયક બનતા
અમે સંદીપ દેસાઈને રજૂઆતો કરી હતી જેથી વોર્ડ-૩૦નાં અમે ચાર નગરસેવકો, સંદીપભાઈ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી આ મુશ્કેલીનું નિવારણ લાવવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલજી સામે પણ સંદીપભાઈ એ દરખાસ્ત મૂકી હતી જે અન્વયે આજરોજ વોર્ડ નં-30 કનસાડ સચિન ઉન આભવામાં સમાવિષ્ટ ઉંબેર ગામ થી તલંગપુર ને જોડતા રસ્તા ના રી-કાર્પેટ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે સ્થાનિક નગરજનો સાથે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબે પટેલ, સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, વોર્ડ નં ૩૦ ના પ્રમુખ દિપક ભાઈ ચોધરી, કોર્પોરેટરશ્રીઓ હસમુખભાઈ નાયકા, ચિરાગસિંહ સોલંકી, રીનાદેવી રાજપૂત, પિયુશાબેન પટેલ અને યુવા સંગઠન પ્રમુખ નિરવ દેસાઇ, મહામંત્રી અમિત શર્મા તથા સંગઠન ના અન્ય હોદ્દેદારો, SMC ના અધિકારીઓ
તથા ગામ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments