top of page

કોસાડી,મોસાલી વેલફેરટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 29, 2021
  • 1 min read




મોટામિયા માંગરોલ

કોસાડી મોસાલી વેલફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ મેડિકલ રાહત ફાર્મસી મોસાલી, મદ્રેસા બનાતુસસલાહ મોસાલીના બે સફળ પ્રોજેક્ટ ના સફળ સંચાલન બાદ હવે આ ટ્રસ્ટ એમ્બ્યુલન્સની સેવા લાવી રહ્યું છે જેમાં સુરત જિલ્લા ના કોસાડી, નાની નરોલી, મોસાલી તેમજ આજુબાજુના તમામ ગામોમા નાત જાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે.આ એમ્બ્યુલન્સ ટોયોટા ઇનોવા કાર એર કન્ડિશન સુવિધા તેમજ અન્ય સુવિધા સાથે બનાવવામાં આવી છે ઇમરજન્સી સુવિધા તેમજ મૈયત માટે ફ્રીમાં સેવા આપવામાં આવશે તદુપરાંત અન્ય માટે ખૂબ જ નજીવા દરે સેવા આપવામાં આવનાર છે આ સેવા દરેક માટે કોઇપણ જાતના ભેદભાવ વિના આપવામાં આવનાર હોય જેને પણ એમ્બ્યુલન્સ ની જરૂર હોય તેઓએ તમન્ના ટ્રેડર્સ મોસાલી કાસીમ જીભાઈ મોબાઇલ નંબર 9913702201 મકસુદભાઈમાંજરા(લાલભાઈ )9427473786 આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે આ એમ્બ્યુલન્સ સેવા યાસીનભાઈ ભીખુ (સાઉથ આફ્રિકા )ના સહયોગથી પૂરી પાડવામાંઆવનારછેએમઆયોજકોએ જણાવેલ છે તો આજુબાજુ ની જનતા ને આ એમ્બ્યુલન્સ સેવા નો લાભ લેવા આયોજકો એ જણાવેલ છે ખરેખર આ એક ખુબજ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે આજુબાજુ ના વિસ્તાર ના લોકોને આ એમ્બ્યુલન્સ સેવા ખુબજ લાભ દાયી નીવડશે

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page