કોવિડ-૧૯ ને લઇને ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામ ખાતે બ્લડ ટેસ્ટ ચેકઅપનો યશસ્વી કેમ્પ યોજાયો
- Praja Pankh
- May 22, 2021
- 2 min read

કપ્લેથા બ્લડ ટેસ્ટ ચેકપ કેમ્પમાં સીબીસી, સીઆરપી, એસજીપીટી, ક્રીએટીન, આર બી એસ, યુરીન તેમજ અન્ય રોગોનુ ચેકપ કરી ફ્રી સલાહ સુચન અને માર્ગદર્શન અપાયું.
સચિન :- આજે શનિવારે ૨૨-૦૫-૨૦૨૧ના રોજ સવારે ૧૦ થી ૦૩ સુધી કપ્લેથા ગામ દ્વારા હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતી અનુસાર બ્લડ ટેસ્ટ ચેકપ કેમ્પ યોજાયો હતો, જેમા ૭૧ જેટલા ગ્રામજનોએ લાભ લીધો અને ફ્રી સલાહ પણ આપવામા આવી, આ તબક્કે સચિન પોલિસ સ્ટેશનના પી. એસ. આઇ. એવા મછાર, પી. એસ. આઇ. મકવાણા અને પી. એસ. આઇ. દેસાઇ ખાસ પધાર્યા હતાં અને આવી ગરીબો માટે ખાસ ફ્રી બ્લડ ટેસ્ટ કેમ્પ જેવી સમાજ ઉપયોગી અને પ્રસંશનિય કામગીરી બાબતે વિશેષ અભિનંદન આપ્યા હતાં, આ આયોજનમાં ખાસ ગામના તલાટી પવનભાઇ ચાવડાની પણ ઉપસ્થિતી હતી.
આજે બ્લડ ટેસ્ટ ચેકપ સાથે નાની મોટી બિમારીઓ ડાયાબિટીસ - બ્લડપ્રેશર માટે પણ જરૂરી નિદાન નુ માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ કેમ્પના સ્પોંસર્ડ તરીકે કપ્લેથા અંજુમન કેનેડા હતું, આ કપ્લેથા બ્લડ ટેસ્ટ ચેકપ માટે સમાજસેવી એવા સુફીયાન ડેગીયા, અસરફ રાજા અને અહમદ ડેગીયાએ ખુબ મહેનત કરી હતી અને તેઓ લોકોની વચ્ચે જઇ પ્રચાર – પ્રસાર કરી એમના દ્વારા જ શરુ કરાયેલ કોરોના કોવિડ-૧૯ સેંટર કપ્લેથા ખાતે જ ડોકટર રાજેંદ્ર દમાકીયા સાથે પરામર્શ કરીને આ ફ્રી બ્લડ ટેસ્ટ કેમ્પ અને મેડીકલ સેવાનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બ્લડ કેમ્પનાં આયોજનમાં સચીનની (A to Z) એ ટૂ ઝેડ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં ડોકટર અને સ્ટાફ દ્વારા દર્દીઓનું બ્લડ તથા સીબીસી, સીઆરપી, એસજીપીટી, ક્રીએટીન, આર બી એસ, યુરીન તેમજ બીપી, ઓકસીજન લેવલ, ટેમ્પરેચર તેમજ તાવ, શરદી અને જનરલ ચેકઅપ કરી ત્યાં જ ફ્રી માં સલાહ સુચન અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. આ કેમ્પમાં ૭૧ લોકોએ ચેકઅપ કરાવી આ કેમ્પનો લાભ લીધો, આ કેમ્પના ખર્ચના સ્પોંસર્ડ તરીકે કપ્લેથા અંજુમન કેનેડા હતું એવું આયોજક સુફીયાન ડેગીયા એ જણાવ્યું હતુ.
Comentários