કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી કનકપૂર ના નગરજનોના વહારે આવ્યા. . .
- Praja Pankh
- Apr 2, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ : - ઘણા દિવસથી કનકપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે બહાર કોવિડ - 19 ની ગાઈડ લાઇન અનુસાર નગર જનો પોતે કોરોના પોઝિટિવ છે કે, નહીં ની અર્બન હેલ્થ સેન્ટર કનકપૂર ખાતે ડોકટર પાસે તપાસ કરવા માટે બપોર સુધી ભર તડકે બહાર મોટી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. જેના સમાચાર પ્રજા પંખ માં વોર્ડ-30 ના યુવા કોર્પોરેટર અને ટી પી સમિતિના સદસ્ય ચિરાગસિંહ સોલંકી એ જોયા હતા અને તરતજ ફોન કરીને કહ્યું કે હવેથી કોરોના તપાસ કરવા આવનારા મારા નગરજનોને તડકામાં ઊભા રહેવું નહીં પડે જે માટે હું તાત્કાલિક મંડપનો બંદોબ્સ્ત કરું છું અને એમની એક સૂચનાથી રાત્રે મંડપ બંધાઈ પણ ગયો હતો જેની સૂચના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રતિકભાઇએ પ્રજા પંખ ને આપી હતી. હવે આ મંડપથી હવે નગરજનોને ગરમીથી ઘણી રાહત થશે.આ તબક્કે અજીતસિંહ રાજપૂત પ્રમુખ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘે પણ હામી ભરી હતી અને આમ વોર્ડ-30 ના યુવા કોર્પોરેટર અને ટી પી સમિતિના સદસ્ય ચિરાગસિંહ સોલંકી હમેશા નગરજનોને વહારે રહે છે હાલમાં કૉમ્યુનિટી હોલમાં રસીકરણ ચાલી રહ્યું છે જેમાં પણ તમામ પ્રકારની સેવા અને સુવિધા તેમજ વડીલોને લાવવા લઈ જવા ભાજપ દ્વારા વાહનની સુવિધાઓ પણ કરાવી છે જેથી આવા વોર્ડ-30 ના યુવા કોર્પોરેટર અને ટી પી સમિતિના સદસ્ય ચિરાગસિંહ સોલંકીના સારા કાર્ય માટે અને એમની સેવાને પ્રજા પંખ બિરદાવે છે. 02-04-2021 10.00 AM
ความคิดเห็น