કોરોનામાં મદદ કરનાર રાજુ રહિકવાર જુ.શાહરુખનું ડેટોલ કંપનીએ કર્યું સન્માન...
- Praja Pankh
- Jul 16, 2021
- 2 min read

સચિન પ્રજાપંખ : કોરોના કાળ માં ગરીબ અમીર કે ખુદ ભગવાન સહુને આ સમયે ઘર કે મંદિરમાં બેસવું પડ્યું અને લોક ડાઉનમાં તો લાખો માણસોએ બહુ જ ભોગવવું પડ્યું છે. લાખોની રોજી રોટી છીનવાઈ ગઈ, એજ લોકડાઉન માં આપણાં ઘરમાં ટી વી માં આવી ફિલ્મ કે સિરિયલો દ્વારા નાના કલાકારો જે મનોરંજન આપતાં તે નાના ફિલ્મી કલાકારોની પણ હાલત કફોળી થઈ છે, આજની તારીખમાં એક પણ શૂટિંગ ન થતાં અનેક કલાકારોને બે ટાઇમ જમવાના ફાફા પડવા લાગ્યા છે, તેવા સમયે આ કલાકારો ક્યાં હાથ ફેલાવે ? ત્યારે આવા સમયે જુનિયર. શાહરુખ એટલે રાજુ રહિક્વાર પોતાના મિત્રો સાથે કંઇક મદદ કરવા આગળ આવ્યો. એક અકેલા ચલા થા મગર કાંરવા બનતા ગયા, અને એમના મિત્રો દ્વારા અનેક સંસ્થાઓ અને વ્યક્તિગત તેમજ કંપનીઓ પાસે જઈને હકીકતો જણાવી એ દાતાઓ પાસેથી અનાજ ની કીટ ભેગી કરીને આ ટીવી, ફિલ્મ લાઈનનાં તમામ પ્રકારના જુનિયર આર્ટીસ્ટો ને ઘેર ઘેર એ કીટ પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજુ રહિકવાર એટલે જુ. શાહરુખ ખાનના આવા સત્કર્મો માટે એમની સરાહના કરવામાં આવી તો અનેકોએ એમનો હોંસલો બુલંદ પણ કર્યો. હમણાં હાલમાં જ ડેટોલ હેન્ડવોશ કંપનીએ રાજુ રહિકવાર્ જુ શાહરુખ ને એના સાથી હમ શકલ, તથા જુનિયર કલાકારોને કોરોના દરમિયાન અનાજ કીટ તેમજ અન્ય વસ્તુઓ કે રોકડ આપવા બાબત "ડેટોલ સેલ્યુટ" અંતર્ગત એમને જાહેર સન્માનિત કર્યો છે ... આ ડેટોલ કંપની તરફથી રાજુ ને એક ઈ મેઈલ આવ્યો અને કહેવામાં આવ્યું કે આપની તસ્વીર અમે ડેટોલ હેન્ડવોશના બોટલ પર લગાવીને આપે જે કોરોનોમાં લોકોની દિલથી મદદ કરી તેની સરાહના કરવા માંગીએ છીએ. જે બદલ રાજુનો આભાર પણ માનવામાં આવ્યો. વધુમાં ડેટોલે કહ્યું કે, પૂરો દેશ ટેસ્ટીગમાં વ્યસ્ત હતો, તેવા સમયે આપ નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદ લોકોની સહાય કરી સેવા કરતા રહ્યા છો. તો આ તબક્કે જુનિયર શાહરુખ એટલે રાજુ રહિકવાર કહે છે કે, મારા કાર્ય ને કોઈ સન્માનિત કરે છે તેની પાછળ હું એકલો નથી મારા ઘણાં મિત્રો પણ છે. જેમનો આ તબક્કે હું આભાર માનું છું. આ આભાર્થીઓમાં સુભાષ દવે, રાજુભાઈ પટેલ, આયુષ જાડેજા, નાગેશ ભૂરભૂરે, રાજેશ મલાયા, શિવમ રોય પ્રભાકર (આર્ટિસ્ટ) મધુભાઈ શ્રી વાસ્તવ (એમ.એલ.એ.) રફીક શેખ, ફૈયાઝ શેખ, મુરાદ ડોસાની, સુનીલ નથાની તથા રાષ્ટ્રીય સ્વયં સંઘ, ફૂડ ડ્રાઇવ સંસ્થા, વિદ્યાર્થી સેવા સંઘ, ઉપરાંત ગુરુજી, નવીનભાઈ, દીપકભાઈ, દેવાંગ ભાઈ, અરવિંદભાઈ પટેલ, ઉમેશ કોઠારી, આકાશ રાજપાલ તથા અન્ય ઘણાં ડોનરો, સહાયકો, મદદકર્તાઓ ના સહાય થી જ આ કોરોના કાળ માં પીડિતો ની બની શકે તેટલી મદદ કરી શક્યા. અંતે ડેટોલ હેન્ડવોશ કંપનીનો રાજુ રહિક વાર ઉર્ફે જુ. શાહરૂખે કહ્યું કે, મારું સન્માન કરવા બદલ હું ડેટોલ હેન્ડવોશ કંપનીનો આભાર વ્યક્ત કરું છું.....
Comments