કોરોનાની મહામારીમાં લોકજાગૃત્તિ માટે નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- Praja Pankh
- May 31, 2021
- 1 min read

સુરત:સોમવાર: નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા કોરોનાસંકટ વચ્ચે લોકજાગૃત્તિ માટે વર્ચ્યુઅલ માધ્યમથી પોસ્ટર મેકિંગ, નિબંધ, ચિત્ર, સ્લોગન રાઇટિંગ, વક્તવ્ય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, મહુવા, ઉમરપાડા, માંડવી, ચોર્યાસી વગેરે જેવા વિવિધ નવ તાલુકાના ૧૧૦ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના માધ્યમથી લોકોમાં કોરોના સામે સાવચેતીના પગલાં તથા કોરોના રસીકરણ અંગે માહિતગાર થાય એ મુખ્ય હેતુ હતો.
જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ઠાકોર શ્રેયા, દેવીપુજક મનોજ, નિખિલ ભુવા, તેજસ પટેલ વગેરે જેવા રાષ્ટ્રીય સ્વયં સેવકોએ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
Comments