ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરે વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી ખુબજ પ્રશંસનીય કામગીરી કરી.

સચિન પ્રજા પંખ દ્વારા 15-03-2021 : સુરત શહેરમાં વાહન ચોરીના વણ ઉકેલ્યા ગુન્હાઓને શોધી કાઢવા સારું સુરત શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક અને ક્રાઇમ અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અને માર્ગદર્શનમા પોલીસ ઈન્સ્પેકટર ડી.સી.બી. પોલીસ સ્ટેશનનાઑની રાહબરી હેઠળ ડીસીબીના પોલીસ સબ ઈન્સ્પેકટર તથા તેમની ટિમના કર્મચારીઓ સદર ગુન્હા ઓ શોધી કાઢવા ટિમ વર્ક બનાવી વર્ક આઉટમાં હતા તે દરમિયાન ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે રાંદેર દિવાળી બાગ સર્કલ પાસેથી આરોપી અબ્દુલ કાદિર પપ્પુ શેખને ઉમર 21, રહે. ટેનામેન્ટ, જહાંગીરપુરા, સુરત ચોરી કરેલ FZ-S મોટર સાઇકલ સાથે ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે એકરાર કર્યો કે સુરત શહેરના સલાબતપુરા, રાંદેર તથા ડિંડોલી વિસ્તારમાંથી રાત્રીના સમયે કુલ ચાર મોટર સાયકલોની ચોરી કરેલ છે અને જેમાંથી ત્રણ મોટર સાયકલો તેમના રહેણાંક વિસ્તારના આજુબાજુમાં પાર્ક કરેલ હોવાની હકીકત જણાવેલ, જેથી તે તમામ વાહનોના રજીસ્ટ્રેશન તથા ચેસિસ અને એન્જિન નંબરો પોકેટકોપ એપ્લિકેશનની મદદથી ચેક કરતાં જે તમામ વાહનો ચોરી થયા અંગેના ગુન્હા નોંધાયેલા હોવાનું જણાતા મજકૂર આરોપી પાસેથી નીચે જણાવેલ વિગતના કુલ 04 વાહનો કુલ્લે કીમત રૂ. 58000/-ની મત્તાના CRPF કલમ 102 મુજબ કબ્જે કરી નીચે મુજબના વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં 1- રાંદેર પો.સ્ટે.ના વાહન ચોરી, 2- રાંદેર પો.સ્ટે.ના વાહન ચોરી, સલાબતપુરા પો.સ્ટે.ના વાહન ચોરી અને ડિંડોલી પો.સ્ટે.ના વાહન ચોરી ના ગુન્હાઓ ડિટેક્ટ કરેલ છે. પકડાયેલ આરોપીનો પૂર્વ ઇતિહાસ એ છે કે જહાંગિરપૂરા પો.સ્ટે. માં વાહન ચોરી 379 અને 135, 323,324,506,(2) 135, તથા 65 A (ઇ) 116 અને કલામ 66 (1) (બી) 85 (1) જેવી કલમોના અનેક ગુન્હા નોધાયેલા છે.



Comments