કોમેડિ શહેનશાહ રાજુ શ્રીવાસ્તવ 40 દિવસ પછી જીવનની લડાઈથી હારી ગયા ..
- Praja Pankh
- Sep 21, 2022
- 1 min read

રાજુ શ્રીવાસ્તવે આજે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા
સચિન પ્રજા પંખ: લોકપ્રિય હાસ્ય કલાકાર ગજોધર ભૈયા ઉર્ફે અસ્લ રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની યુવા વયે દુનિયાને અલવિદા કહ્યું છે. રાજુ લાંબા સમયથી બીમાર હતાં તેઓ છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહેલ હતાં આખરે રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. વચ્ચે સારા સમાચાર પણ હતાં જેથી તેમની તબિયત સુધારવા માટે ડોક્ટરોની ટીમ સતત પ્રયાસ કરી રહી હતી, દુનિયાને હસાવનાર વ્યક્તિએ આજે દુનિયા ને રડાવી છે. વધુ જાણીએ તો 10 ઓગસ્ટે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેને સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં અંતિમ શ્વાસ આજે લીધા હતાં. એમના જીવનમાં તેઓ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સાથે પ્રખ્યાત થયા હતા, તેના પ્રકારના પ્રથમ સ્ટેન્ડ-અપ કોમેડી ટેલેન્ટ હન્ટ શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સાથે પ્રખ્યાત થયો હતો.
તે “મૈંને પ્યાર કિયા”, “બાઝીગર”, “બોમ્બે ટુ ગોવા” (રીમેક) અને “આમદાની અઠન્ની ખરચા રૂપૈયા” જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે “બિગ બોસ” સીઝન ત્રણના સ્પર્ધકોમાંનો એક હતો. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા.
Comments