top of page

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 1, 2021
  • 1 min read

સુરત જિલ્લા ના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન દેરોદ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.ટૂર્નામેન્ટમાં કામરેજ તાલુકાનાં દસ કેન્દ્રમાથી છ ટીમોએ ભાગ લીધો હતો.

સ્પર્ધાની શરૂઆતમાં કામરેજ તાલુકા સંઘના કાર્યવાહક પ્રમુખ શ્રી સાગરભાઈ ચૌહાણે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે કામરેજ તાલુકા સંઘના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ,મહામંત્રી શ્રી સિરાજભાઈ મુલતાની ,સિ. કા. પ્રમુખ શ્રી મહેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ વેકરીયા,નાણામંત્રી શ્રી કાશીરામભાઈ ચૌધરી,જિલ્લા સંઘના મહિલા ઉપપ્રમુખ શ્રી રીનાબેન રોઝલીન તથા અન્ય હોદ્દેદારો અને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ શ્રી ભરતસિંહ મોરી તથા મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ તથા કામરેજ તાલુકાનાં શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ખાસ મહેમાન તરીકે ડેલ્ટા સોલારના માલિક શ્રી ધર્મેંદ્ર્સિંહ સાંગડોટ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સિલેકસન થનાર બે ટીમો માટે સ્પોર્ટ્સ ટીશર્ટનું દાન આપ્યું હતું.કામરેજ કેન્દ્રના શિક્ષકો દ્વારા ઉપસ્થિત મેહમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વોલીબોલ ટૂર્નામેન્ટના સ્પોન્સર શ્રી ધરમેન્દ્રસિંહ સાંગડોટનું તાલૂકા સંઘના પ્રમુખ/મહામંત્રી શ્રી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તાલુકા સંઘના પ્રમુખ/મહામંત્રી એ પ્રસંગોચિત ઉદબોધન રજૂ કર્યા હતા અને સંગઠનને મજબૂત બનાવવા આવી ટૂર્નામેન્ટના આયોજન થવા જોઈએ એમ જણાવ્યુ હતું. વોલીબોલ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન કામરેજ તાલુકા સંઘના કાર્યવાહક પ્રમુખ સાગરભાઈ ચૌહાણ.આશિષભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.દેરોદ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ તેમજ તેમનો સ્ટાફ તથા કેન્દ્ર શિક્ષક શ્રી મેહુલભાઈ પટેલ તથા કામરેજ કેન્દ્રના શિક્ષકો દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.સમગ્ર ટૂર્નામેન્ટમાં રેફરી તરીકે શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ,ઘલાએ સેવા આપી હતી અને જિલ્લા કક્ષા માટે ત્રણ ટીમનું સિલેકસન કરવામાં આવ્યું હતું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page