કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

સચિન : 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ટેનિસ ક્રિકેટ
ટુર્નામેન્ટનું આયોજન ચોર્યાસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું.જેમાં કામરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજબજાવતા શિક્ષિકા બહેનોમાંથી 48 બહેનોએ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટમાં કુલ 4 ટિમો કામરેજ,ખોલવડ,વાવ અને લસકાણા એભાગ લીધો હતો.પ્રથમ મેચ કામરેજ અને ખોલવડ વચ્ચે રમાઈ,જેમાં કામરેજની ટીમે વિજય મેળવ્યો હતો.બીજી મેચ વાવ અનેલસકાણા વચ્ચે રમાઈ જેમાં લસકાણા ની ટીમે વિજય મેળવ્યો હતો.ત્યારબાદ બંને વિજેતા ટિમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ,જેમાંલસકાણા ની ટિમ વિજય બની હતી.વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બહેનોને પ્રોત્સાહિત કરવા ભારતીય સ્ટેટ બેંકના
એ.જી.એમ.શ્રી ઠક્કર સાહેબ,બ્રાન્ચ મેનેજર હિતેશ મહેતા,તથા સમગ્ર કામરેજ ચાર રસ્તા બ્રાન્ચનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તેઓ તરફથી ભાગ લેનાર તમામ બહેનોને કેપ અને પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું.તમામ માટે ચા-નાસ્તાની સગવડ પુરી પાડી હતી.શિક્ષક સહકારી મંડળી કામરેજ તરફથી તમામ માટે આઈસ્ક્રીમ ની વ્યવષ્થા કરવામાં આવી હતી.લસકાણા શાળાના શિક્ષકશ્રી પુષ્કરભાઈ તરફથી ભાગ લેનાર તમામ બહેનોને આકર્ષક પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.યજમાન ચોર્યાસી ગામ અને શાળા સ્ટાફે ગ્રાઉન્ડ અને પાણીની સુંદર સાગવડ પુરી પાડી હતી.અમ્પાયર તરીકે નિર્દોષભાઈ ધોરણપારડી અને આશીશભાઈ કારજણે સેવા આપી હતી.સમગ્ર ટૂર્નામેન્ટ નું આયોજન કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ,મહામંત્રીશ્રી સીરાજભાઈ મુલતાની તથા અન્ય હોદ્દેદાર મિત્રો દ્વારા કરવામાં આવ્યું
હતું.શિક્ષિકાબહેનોને પ્રોત્સાહિત કરવા ખાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન અને સમાપન બંને કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મૂલતાનીએ કર્યું હતું.



Comments