top of page

કીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અજય વસાવાએ ટોપ ટેન માં આવી સ્કોલરશીપ મેળવી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 4, 2021
  • 1 min read



સચિન : તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળાના ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અજય નરેશભાઈ વસાવાએ કુલ ૨૦૦ ગુણમાંથી ૧૨૨ ગુણ પ્રાપ્ત કરી ઓલપાડ તાલુકામાં ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારના આ દીકરાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા, સમાજ તથા તાલુકાનું નામ રોશન કરેલ છે. ધોરણ-૧૨ સુધી વાર્ષિક રૂપિયા ૧૨૦૦૦ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાને હકદાર બનેલ આ વિદ્યાર્થીને શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર ભરતભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page