top of page

કાન્સ ફેસ્ટીવલ માં "ગાંધી ની બકરી" ફિલ્મ દર્શાવાશે

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 3, 2021
  • 1 min read

સચિન : કાન્સ ફેસ્ટીવલ માં ગુજરાતી ફિલ્મ "ગાંધી ની બકરી" ફિલ્મ દર્શાવાશે. કંકુ, ભવાની ભવાઈ અને હેલ્લારો પછી આ ગુજરાતી ફિલ્મ તા. ૭ જુલાઈએ કાન્સ ફેસ્ટીવલ માં "ગાંધી ની બકરી" ફિલ્મ દર્શાવાશે. કાન્સ ફેસ્ટીવલ ની વાત કરતાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક ઉત્પલ મોદી કહે છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજર રહેવું કે, ફિલ્મ પસંદ થવી અને તે પ્રદર્શિત થવી એ બહુ મોટી ગૌરવની વાત છે.

રાજકીય કટાક્ષ નાટક ગાંધીની બકરી પરથી આ ફિલ્મ તયાર થઈ છે.

ગાંધીની બકરી ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અનુભવી કલાકાર અર્ચન ત્રિવેદી, બિપીન બાપોદરા, મનીષ પાટડિયા, કિરણ જોશી, ડિમ્પલ ઉપાધ્યાય જેવા જાણીતા હોનહાર કલાકારો વાર્તા પ્રમાણે અભિનય કરી રહ્યા છે. આ ગાંધીની બકરી ફિલ્મના ગીતો સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર સ્વ.ચીનું મોદીના કલમે લખાયા છે જ્યારે ફિલ્મનું સંગીત જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈના બકરી નાટકમાંથી લેવામાં આવ્યું છે. ગુજરાતને ગૌરવ અપાવે એવી વાર્તા વાળી ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ થશે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page