કેન્દ્ર સરકારને સાત વર્ષ પૂર્ણ થતાં વોર્ડ ૩૦ માં વૃક્ષા રોપણ અને રક્તદાન કરાયું
- Praja Pankh
- May 30, 2021
- 2 min read

કેન્દ્ર સરકારને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સાત વર્ષ પૂર્ણ થતાં વોર્ડ ૩૦ માં બીજેપી દ્વારા વૃક્ષા રોપણ અને રક્તદાન થયું

સચિન પ્રજાપંખ : આજે ભાજપની કેન્દ્ર સરકારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સાત વર્ષ પૂર્ણ થતાં સુરત બીજેપી દ્વારા સુરતના દરેક વોર્ડ માં ૮૯૮ શક્તિ કેન્દ્રોમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન થયું જેમાં શક્તિ કેન્દ્ર દીઠ બે જગાએ જઈને માસ્ક, સેનેટાઇઝર, રોગ પ્રતિરોધક ક્ષમતા કીટ, શ્રમજીવીઓને રાશન કીટ સહિતની સામગ્રીનું વિતરણ અને દરેક વોર્ડમાં રક્તદાન કેમ્પ કાર્યક્રમો થયા, ઉપરોક્ત કાર્યક્રમ સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ના નેતૃત્વમાં રાખવામાં આવ્યા હતાં. જેમાં વોર્ડ ૩૦ માં પોતે સી.આર.પાટીલ, ચોર્યાસી ધારાસભ્ય ઝંખના બેન પટેલ, મેયર હેમાલી બોધાવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, ડે.મેયર દિનેશ જોધાની અને વોર્ડ ૩૦ ના બી.જે. પી. યુવા મોરચા યુવાઑ સાથે અન્ય પદાધિકારી ઓ અને કોર્પોરેટર હસ્તે વોર્ડ ૩૦ ના કનકપુર કચેરી ની બાજુ માં ગાર્ડન ડેવલપમેન્ટ ની કામગીરી થઇ છે જેમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું,

આ ગાર્ડન સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ માંથી પૂર્ણ થઈ રહ્યો છે. યાદ રહે, માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ ના હસ્તે જૂન ૨૦૧૯માં આ ગાર્ડન નું ખાતમુહર્ત કરવામાં આવેલ હતું. જેમાં આજે ફરી પાટીલ સાહેબના નેતૃત્વમાં જ અનેક ફૂલછોડ અને વૃક્ષો રોપાણ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નગરજનો માટે આ ગાર્ડન લોકાર્પણ થશે, અંદાજિત રૂ. 98.45 લાખ આ ગાર્ડન કામગીરી થઇ રહી છે જેની અંદર મેડીશિયન હોલ, પાણીની પરબ, ફુવારો, રમત ગમતના સાધનો, ગ્રીન પ્લાનટેસ્શન, વોક વે, લાઈટિંગ અને આગળ શોપિંગ દુકાનો તથા આમ જનતા માટે બેંચિસ વગેરે મુકાશે, આમ દરેક પ્રકારની સુવિધા સાથેનો આ બાગ નગર જનોને ટુંક સમયમાં
મળી રહેશે.

આ સાથે સચિન હૈદર ગંજ પ્રાથમિક શાળા ખાતે પણ રક્તદાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં કુલ ૫૪ યુવાનોએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય ઝંખના બેન પટેલ, મેયર હેમાલી બોઘાવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, ડે.મેયર દિનેશ જોઘાની અને સ્થાનિક ભાજપ ના પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર હસમુખ નાયકા, કાયદા સમિતિ ચેરમેન, ચિરાગસિંહ સોલંકી ટીપી સદસ્ય, રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય અને પિયુશાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતાં અને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Comments