કોંગ્રેસ નેતા રાઠવા અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સચિન જીઆઇડી સી ના ઝેરી કેમિકલ કાંડ સ્થળૅ..
- Praja Pankh
- Jan 8, 2022
- 1 min read
Updated: Jan 9, 2022
કોંગ્રેસ નેતા રાઠવા અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સચિન જી આઇ ડી સી ના ઝેરી કેમિકલ કાંડ સ્થળની મુલાકાતે.....
સચિન પ્રજા પંખ : સચિન જી.આઈ.ડી.સી માંથી પસાર થતી ખાડીમાં ગત ગુરૂવારનાં રોજ ટેન્કર દ્વારા ઠલવાતા ઝેરી કેમિકલને કારણે ૬ કામદારો અને એક સ્વાન મૃત્યુ પામેલ હતાં. તેમજ ૨૩ કામદારો સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર હેઠળ છે ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ( વિરોધપક્ષ નેતા) શ્રી સુખરામ રાઠવાજી, માજી કેન્દ્રીય મંત્રી શ્રી તુષારભાઈ ચૌધરી ધારાસભ્યો શ્રી પુનાભાઈ ગામીત તથા આનંદભાઈ ચૌધરી સાથે લક્ષ્મીકાંત પટેલ, ભદ્રેશસિંહ પરમાર, વોર્ડ ૩૦ નાં પ્રમુખ જયેશ દેસાઈ, નવસારી સંયોજક મનોજસિંહ પરમાર, તથા બાબુભાઈ પઠાણ, રાજેશ દેવરે અને અન્ય કાર્યકર્તાઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ દુર્ઘટના થવા પાછળના સાચા કારણો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં કામદારોની પણ મુલાકાત લીધી હતી, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાજી ની મુલાકાત માં તેમણે જણાવ્યું છે કે, આવા બનતા સમગ્ર કાંડ પાછળ પોલીસ અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલિભગતના કારણે ઘટનાઓ બને છે. આવા લોકો, સમાજના દોષિત લોકો છે તેમની સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જ જોઈએ. અમે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું, આ સરકાર કેમિકલ કૌભાંડમાં ભોગ બનેલા કામદારોના પરિવારજનોને વળતર આપે તથા આ કેમિકલ ક્યાંથી આવ્યો કોની કોની મહત્વની ભૂમિકાઓ છે અને કેટલા વર્ષોથી આ પ્રકારે ગેરકાયદેસર ઝેરી કેમિકલ ખાડીઓમાં નાખવામાં આવે છે ? તેની તપાસ જરૂરી છે. આવા તત્વોને ઝડપી પાડી, શખ્ત પગલાં આ સરકારે લેવા જોઈએ જણાવ્યું હતું. આવું, વોર્ડ ૩૦ નાં કોંગ્રેસપક્ષ નાં પ્રમુખ જયેશ દેસાઈએ પ્રજા પંખને જણાવ્યું હતું..
Comments