કસ્તુરબા સેવાશ્રમ મરોલીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સીવણ વર્ગ તાલીમ નો આરંભ થયો....
- Praja Pankh
- Apr 13, 2022
- 2 min read
“ આ સંસ્થા રોલ મોડેલમાં બને તેવું આગામી શતાબ્દી વર્ષ સુધીમાં કરવાનું છે.”- ખુમાનસિંહ વાંસિઆ- મેનેજીંગ ટ્રસ્ટી કસ્તુરબા સેવાશ્રમ મરોલી.

સચિન પ્રજા પંખ : મરોલી ની ઐતિહાસિક ભૂમિ નાં કસ્તુરબા સેવાશ્રમ માં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન નાં સેડી પ્રોજેક્ટ અંતગર્ત કૌશલ્ય વિકાસ, તાલીમ અને રોજગારી વર્ધક નવા તાલીમ વર્ગનો આરંભ કરવામાં આવ્યો. સમારંભ નો આરંભ તાલીમ કેન્દ્ર નાં ઉદધાટક એસ.એમ.જી સુરતનાં યુનિટ હેડ ચેતન રાવલ, મુખ્ય મહેમાન નિવૃત્ત આદિજાતિ વિકાસ અધિકારી સુરત શ્રી દિનેશભાઈ લાડ, સમારંભ અધ્યક્ષ મેનેજીંગ ટ્રસ્ટી કસ્તુરબા સેવાશ્રમ ખુમાનસિંહ વાંસિઆ તેમજ અન્ય અતિથિઓ ટ્રસ્ટીઓનાં હસ્તે દીપ પ્રાગટય થી કરાયો. સંસ્થાની બાલિકાઓએ સુંદર પ્રાર્થનાં, સ્વાગત ગીત નુત્ય રજૂ કર્યું. કસ્તુરબા સેવાશ્રમ મરોલી ની સ્થાપના ૧૯૩૦ માં થઈ તેમાં સ્વ.કલ્યાણજી મહેતા મીઠું બેન પીટીટ ની નોધનીય સેવા પ્રેરણા હતા. મહાત્મા ગાંધીજી નાં હસ્તે આ આશ્રમનું ખાતમુહર્ત કરાયું હતું. હાલમાં વ્યસનમુકિત કેન્દ્ર તાલીમ કેન્દ્ર , કુમાર, કન્યા છાત્રાલય ચાલે છે. તેની માહિતી ટ્રસ્ટી જીગ્નેશભાઈ જાનીએ આપી હતી. વક્તાઓ છગનભાઈ પટેલ અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ૧૯૯૩ થી કાર્યરત છે. ૨૧ પ્રકારનાં સ્કીલ ડેવલપમેન્ટ થી જોબ અપાવી ફોલોઅપ કરે છે.
અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન નાં યુનિટ હેડ ચેતન રાવલે સમાજમાં અલગ કૉનસેપ્ટ થી વિવિધ પ્રોજેક્ટ ૧૯૯૩ થી કરે છે. તેમ જણાવેલ મુખ્ય મહેમાન દિનેશલાડ સંસ્થા સાથેનો કાર્યકાળ દરમ્યાન નાં અનુભવો વણવી સંસ્થાનાં લક્ષ્ય પાર પડે તેવી શુભેરછા આપી હતી. મેનેજીંગ ડિરકેટર ખુમાનસિંહ વાંસિઆએ જણાવ્યું કે કલરટેક્ષ કંપની તરફથી અધ્યતન ૨૦ સિલાઈમશીન મળ્યા છે. આ સંસ્થા રોલ મોડેલ બને તેવું આવનારો શતાબ્દી વર્ષમાં કરવાનું છે. સંભાસંચાલન માં દંતાલીયા અને હિતેશ કોથીયા તથા આભાર દર્શન પલ્લવીબેન આજનાં સંમારભ માં ઉત્કર્ષ મંડળ નવસારીના દિલીપનાયક , મુકુંદદેસાઈ , મહેશનાયક ની ખાસ ઉપસ્થિત હતી. સંચાલન વિશે પ્રતાપ પરમારે સભાજનો ને માહિતીગાર કર્યા હતા. મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાને હસ્તે મુખ્ય મહેમાન ઉદ્ધાધાટક દિનેશલાડનું સંસ્થા તરફથી પ્રતિકભેટ, શાલ આપી સન્માન કર્યું હતું. શેલ્ટર હોમની પ્રવુંતિમાં પ્રણેતા સુરતનાં પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું
એવું દિલીપ ડી નાયક ચીકુવાડી આશાબાગ
નવસારીએ જણાવ્યું......
Comments