top of page

કલરટેક્ષ ઈંગ્લિસ મીડિયમ સ્કૂલમાં ગાંધીજીની જન્મ જયંતી ઉજવવામાં આવી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 2, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : કલરટેક્ષ ઈંગ્લિસ મીડિયમ સ્કૂલમાં ગાંધીજીની જન્મ જયંતી શાળા પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. તેમાં વિશેષ આમંત્રિત એલ.ડી. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. નિલેશ જોશી, હિન્દી શિક્ષક હરેન્દ્રસિંહ અને શાળાના આચાર્ય વિશ્વનાથ બારિક સરે ગાંધીજીના ફોટા પર ફૂલહાર અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી.

"વૈષ્ણવજન તો તેને રે કહિએ...." ભજન દ્વારા ગાંધીજીનું સ્મરણ કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવનની મહત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવી. શાળાના આચાર્યએ મહાત્મા ગાધીજીના જીવનની વાતોથી બાળકોને પ્રેરણા આપી આઝાદ ભારતની વાતો કરી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page