top of page

કપ્લેથા ખાતે ગ્રામજનો દ્વારા કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 9, 2021
  • 2 min read

સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરતા. ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા ન થાય જે માટે આ પુર્વ સોચથી મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યુ છે જેનો લાભ ગ્રામજનો લઇ રહ્યા છે. : સમાજ સેવી સુફિયાન ડેગીયા

સચિન : જેમ જેમ કોરોનાનો કહેર વધી રહ્યો છે, તેમ તેમ લોકો ગભરાઇ રહ્યા હોય છે. આવા સમયે હવે નાના નાના ગામો પણ પોતાના નગરજનોની સેફટી ખાતર આગળ આવી પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે, જે ગામમાં મહાત્મા ગાંધીજી જેવાનાં પાવન પગલા પડ્યા હોય તે ગામમાં સેવાની મહેક હમેશા મહેકતી રહે છે, આ કપ્લેથા મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવાનો વિચાર, ગામના યુવા સમાજસેવી એવા સુફિયાન ડેગીયાને હાલનાં કોરોના કેસ વધુ આવવાનાં સમાચારથી આવ્યો અને યુધ્ધનાં ધોરણે બે ચાર મિત્રો મળીને આ એક સેવાનો પ્રયાસ કર્યો અને સફળ રહ્યો છે,


સુફિયાએ પત્રકારને જણાવ્યું કે, આ ક્લિનિકમા સેવા અને મદદ કરનારામાં હું સુફિયાન ડેગીયા, અહમદ ડેગીયા, અસરફ રાજા, સમદ ચિચવાડીયા, સોહેબ સરકાર અને ફૈઝલ ડેગીયા તથા અય્યુબ પટાવાળા અને આર્થિક સહાય આપનારામાં પરદેશમા વસતા કપ્લેથાના વતનીઓ અને લંડન અંજુમલ ટ્રસ્ટ અને કેનેડા અંજુમન ટ્ર્સ્ટ અમારા દાતાઓ છે, વધુમાં જણાવ્યું કે, ગત રોજ ચોર્યાસી ટી.ડી.ઓ. બહાદુરભાઇ વસાવાએ બે ગાળાના ઘર એવા રાજા હાઉસ ખાતે પુર્ણ સાધનો સાથે શરુ કરેલ આ મિની ક્લિનિક્ની શુભેચ્છા મુલાકાત લઇ માર્ગદર્શન પણ આપ્યુ હતું. આજ દિન સુધી સારવાર લઈ ગયેલા દર્દીઓ સાજા થયા છે જેનો અમને ગર્વ છે. કપ્લેથામાં બનાવેલ આ મિની સેંન્ટર પર ગામના કોઇ પણ પોઝિટીવ પેસેંટ હોય તો તેને શરુઆતી પ્રાથમિક ઇલાજ માટે તાત્કાલિક આ મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરીએ છીએ, અહી તબીબી દ્વારા શરુઆતી ઇલાજ કરીએ છીએ અને તે પણ બિલકુલ મફત, કોઇ પણ રકમ તેમની પાસેથી લેવામાં આવતી નથી. સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરતા. ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા ન થાય જે માટે આ પુર્વ સોચથી મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યુ છે. જો કે સરકાર દ્રારા શહેરની જેમ ગામડાઓમાં કોરોનાને કાબુમાં લેવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. સાથે સાથે ૧૮ વર્ષ થી વધુને વેક્સિન અપાઇ રહી છે જેથી હવે કેસ ઓછા થશે, છતાં સુરત જિલ્લાના ગામડાઓમાં નાના નાના ઘરોમાં પરિવારો રહેતા હોય છે. જેથી એક ઘરમાં એક વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો પણ પરિવારના અન્ય સભ્યોને પણ તેનો ચેપ લાગવાની મહત્તમ શક્યતાઓ હોય છે. જેથી અમે અમારા કપ્લેથા ગ્રામજનો માટે ખાસ આ મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કર્યુ છે અને અહિના કોઇ પણ ગરીબ કે મધ્યમ વર્ગીય અને કોઇ પણ સમાજનો કોરોના પોઝિટીવ દર્દીનો તમામ ખર્ચ પણ અમે જ ઉપાડીએ છીએ, અહી હળવા લક્ષણો વાળા દર્દીઓને શરુઆતી સેન્ટરમાં રાખવામાં આવે છે અને ડોકટરનાં દિશા સુચન બાદ જ દર્દી ને આગળ કોઇ મોટી હોસ્પિટલે મોકલવામાં આવે છે જેનો ખર્ચ અમે ઉપાડીએ છીએ, આજદિન સુધી અહિ આવેલા દર્દી ઓ સેફ રહ્યા છે. અહી દર્દીને જમવાની વ્યવસ્થા સાથે દર્દીઓને તબીબી સારવારની વ્યવસ્થા પણ અપાય છે. અહી હાલમાં ઓક્સિઝન બોટલ, સિલિંડર પ્રોટેબલ ઓક્સિઝન મશીન તથા અન્ય દવાનું પણ આયોજન અમે કર્યુ છે. આ મિની કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર હાલમા કપ્લેથા પુરતું જ મર્યાદિત રાખેલ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page