કપલેથા ગ્રામ પંચાયતમાં ડે. સરપંચ તરીકે કિરીટ સુરતી બિનહરીફ
- Praja Pankh
- Jan 18, 2022
- 1 min read
આજથી સુફિયાન ડેગિયા નાં આગેવાનીમા કપ્લેથાના વિકાસની ગાથા શરુ કરશે.

સચિન પ્રજા પંખ: ચોર્યાસી તાલુકામાં કપલેથા ગ્રામ પંચાયતની ચૂંટણી માં સરપંચ તરીકે જીત મેળવનારા સુફિયાન ડેગિયા નાં શાસનમાં હવે ડે.સરપંચ તરીકે કિરીટ સુરતી ની વરણી થતાં ગામમાં ખુશીનો માહોલ છવાયો છે . યાદ રહે રસાકસી ભરી ચુંટણી નાં પરિણામ આવતાં, સુરત જિલ્લાના તાલુકા ચોર્યાસી નાં ગ્રામ પંચાયત કપલેથા ના નવા સરપંચનો તાજ સુફિયાન ડેગિયા નાં શિરે મતદારોએ મૂક્યો હતો તેમની સાથે નવા સદસ્યશ્રી વોર્ડ-૨, મનુભાઈ ઠીમ્મર, વોર્ડ -૩, અયૂબ પટાવાળા, વોર્ડ -૪, ભરત રાઠોડ, વોર્ડ -૯, શાંતિ બેન રાઠોડ, વોર્ડ ૮ નાં કિરીટ સુરતી અને વોર્ડ -૧૦માં નજમાં ધુમાં ઓ એ પણ કપલેથા ગ્રામ પંચાયત ની ચુંટણી જીતી હવે આજથી સુફિયાન ડેગિયા નાં આગેવાનીમા કપ્લેથાના વિકાસની ગાથા શરુ કરશે.
Comentarios