કનસાડ અને તલંગપુર ખાતે બ્લડ કલેક્શનના કપરા કાળમાં યોજાયો રક્તદાન કેમ્પ.....
- Praja Pankh
- Jan 18, 2022
- 1 min read
સચિન પ્રજાપંખ : રવિવારે તલંગપુર અને કનસાડ ખાતે વિશેષ રક્તદાન કેમ્પ યોજાયા હતાં જેમાં રમણભાઈ ( રંગ અવધૂત ) અને તેમની ટીમે રંગ રાખ્યો અને કનસાડ ખાતે ગઇકાલ ના રક્તદાન શિબિર માં 54 યુનિટ રક્ત એકત્ર કરી રેકોર્ડબ્રેક કામ કરી પ્રશંસનીય કાર્ય કર્યું હતું જ્યારે તલંગપુર ખાતે પણ 105 વાર રક્તદાન કરીને રેકોર્ડ કરનારા વિજયભાઇ પટેલનાં સાનિધ્યમા કેમ્પ યોજાયો જેમં પણ 43 યુનિટ રક્ત દેશકાજે અર્પણ કરાયું હતું. તલંગપુરમાં 105 વાર રક્તદાનવીર વિજય પટેલ અને સુરત શહેર ભજપા મંત્રી ભિખુભાઇ પટેલ, ધનસુખભાઇ, રાજુભાઇ બોસ તથા અન્ય સેવાકિય કાર્યકર્તાઓ ઉપસ્થિતરહ્યા હતાં અને આ બન્ને સફળ કેમ્પના પડદા પાછળના કલકારોમાં અગ્રણી સમાજસેવી એવા બાબુભાઈ મેલેરિયાવાળા, બહાદુરસિંહ સોલંકી અને પરસોત્તમભાઈ પડશાળા તેમજ અન્ય સાથીઓ હતાં.....
Comments