top of page

કનકપુર સરકારી ગુજરાતી શાળામાં યોજાયો ૩૬મો નેશનલ સ્પોર્ટ્સ ડે ....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 16, 2022
  • 2 min read

શાળાના વિદ્યાર્થીઓનો શારીરિક તંદુરસ્તી અને માનસિક વિકાસ વધે જે માટે ૩૬મો નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી કરી નેશનલ અને ગામઠી રમતો નું આયોજન પધારેલ મહેમાનો હસ્તે શરુ કરવામાં આવ્યું.



સચિન : 36 ની નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે શાળામાં રમતોત્સવ કરવા માટેના જિલ્લા પ્રાથમિક શિક્ષણ તરફથી મળેલ સૂચના અન્વયે ગુજરાતતમાં પ્રથમવાર યોજાતો 36 મોં નેશનલ રમત ઉત્સવ નિમિત્તે સચિન કનકપુર વિસ્તારમાં આવેલી કનકપુર ગુજરાતી પ્રાથમિક શાળામાં પણ યોજવામાં આવ્યો. જેમાં નેશનલ ગેમ્સ ની સાથે ભુલાઈ ગયેલી ગામઠી રમતોને પણ રાખવામાં આવી હતી. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સંશોધન બાદ શિક્ષણની સાથે સ્પોર્ટ ને ખાસ મહત્વ આપી રહ્યા છે તેના ભાગરૂપે શાળામાં સ્થાનિક વિસ્તારના માજી નગર પ્રમુખ કોર્પોરેટર અને વિશ્રાન્તિ સિનિયર સીટીઝન પ્રમુખ એવા

શ્રીમતી દિપીકાબેન કિરીટભાઈ ભાવસાર તથા ડેવલોપમેન્ટ કમિટી,

રોટરી આર સી સી સચિન, કનકપુર અને આર્ટિસ્ટ એસોશિએશન જીનીયસ - ગુજરાત (ટીવી ફિલ્મ સુરત જિલ્લા) પ્રેસિડેન્ટ તથા સચિન રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ સદસ્ય અને એસ.એમ.સી. શિક્ષણ વિદ પ્રકાશ ભાવસાર અને એસ.એમ.સી.અધ્યક્ષ પારૂલબેન પિત્રોડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, અને નેશનલ ગેમ્સનું શાળા કક્ષાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી એ રમતને આપેલા મહત્વને ધ્યાને લઈ વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે ખેલ ભાવના વધે, બાળકોની આંતરિક શક્તિઓ

વધે તે સાથે તેમનામાં છુપી સ્કિલને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસો અહીં કરવામાં આવી રહ્યા છે જેને લઇ સુરત મહાનગરપાલિકા ના વોર્ડ નંબર 30 માં આવેલી કનકપુર ગુજરાતી શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, શાળા આચાર્ય નીમીષાબેન લિંબચિયા એ સહુ મહેમાનોનું સ્વાગત કરી, આવકાર આપ્યો હતો અને શાળાના રાકેશ જોશીએ કાર્યક્રમની

રૂપરેખા સમજાવી પૂર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, આમ શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્પોર્ટ ડે મનાવવામાં આવ્યો પ્રસંગને અનુરૂપ મહેમાનોએ જૂની રમતોથી લઈને મોબાઈલ નાં ગેમ સુધીનો ખ્યાલ આપ્યો હતો. અહી શાળામાં

જેમાં નેશનલ ગેમ્સ રમાતી હોય તે તો રાખવામાં આવી જ હતી પરંતુ આ સાથે આજે ભુસાઈ રહેલી નાની નાની ગામોમાં રમાતી રમતો પણ રાખવામાં આવી હતી આ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જુસ્સાભર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ

રીતે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આઉટડોર રમતો પણ ખૂબ જ જરૂરી છે જેથી શાળામાં વોલીબોલ, ખોખો, ચેસ સાથે સાથે લખોટી ,ભમરડા ,સંગીત ખુરશી,નદી પહાડ, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું આજે વિદ્યાર્થીઓ સ્માર્ટફોન ની જગ્યાએ મેદાનમાં આવતા થશે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ આવકારદાયક બની રહે આ ઉદ્દેશ્ય ને ધ્યાને લઈ નેશનલ ગેમ્સ ની સાથે ગામઠી ગેમોમાં એક નિર્દોષ આનંદ છુપાયેલો છે જે આજે દેખાઈ રહ્યો છે તે આવા પ્રકારના આયોજનથી ફરીથી ઉજાગર થાય એ જ ઉદ્દેશ્યથી કનકપુરનાં બાળકો માટે આજનો વિષય આનંદદાયક અને ઉત્સાહિત રહ્યો..



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page