top of page

કનકપુર જગન્નાથ મંદીર ખાતે, પટાંગણમા રથયાત્રાનાં દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 12, 2021
  • 2 min read

આજે પાવન રથયાત્રા હર્ષોલ્હાસ સાથે સુરતમાં 5 સ્થળોએ નિકળી છે. આજે ભાવીક ભક્તોને ભગવાન જગન્નાથ ખુદ દર્શન આપે છે. આજે ઘરમાંથી બહાર નિકળી માસીને ત્યા નગર જનો સાથે તેમના હાલચાલ પુછીની નગર ચર્ચા કરતાં કરતાં નિકળે છે. આપણે પ્રભુ ને પ્રાર્થના કરીએ કે આ કોરોના અને બિજા દુ:ખો દુર થાય સહુને સુખ શાંતી મળે એવી હું શુભ-કામના પાઠવુ છુ. : બચ્છાનિધી પાની સુરત મનપા કમિશનર






સચિન પ્રજાપંખ : આજે અષાઢી બીજે ખુદ ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા સાથે પાવન રથ પર ઘરમાંથી બહાર નિકળી ભાવિકોને દર્શન આપતાં આપતાં નગર ચર્યા કરતાં કરતાં માસીને ત્યાં જાય છે. જેથી આજે કનકપુર ખાતે જગન્નાથજીના દર્શન કરવા ભવિક ભક્તોની ભીડ જામી હતી, કોવિડ-19 નિમિત્તે સરકાર દ્વારા શરતી મંજૂરી મળી જેથી પરીસરમાં જ જય જગન્નાથ ના નારા સાથે ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે રથયાત્રા નિકળી હતી, જગતનો નાથ આ વર્ષે નગરજનો વિના પરીસરમાં જ નગર ચર્યાએ નીકળ્યા હતા,

આજે ઓરિસ્સા સમાજના પધારેલ મુખ્ય મહેમાનોમાં ઓરીસ્સા મંદીર સમાજ ટ્રસ્ટ્ના અગ્રણી સુભેંદુ પંડા, દિલિપ ટેબરીવાળા (રાજા) એમના પત્ની મિસિસ દિલિપ (રાણી) તથા (મંત્રી) ચિત્રસેન પહાડી, મનપા કમિશનર બચ્છાનિધિ પાની, પોલિસ કમિશનર અજય તોમર, જોઇંટ પોલિસ કમિશનર મુલ્યાણી તથા અન્ય મહેમાનોમાં પ્રદિપ શાહુ, મહેંદ્ર રાવત, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઇ અને ધારાસભ્ય ઝંખનાબેન પટેલ તથા મંદીરનાં સદસ્યો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઓરીસ્સા સમાજ ટ્રસ્ટ્ના અગ્રણી સુભેંદુ પંડા, દિલિપ ટેબરીવાળા (રાજા) મિસિસ દિલિપ (રાણી) તથા (મંત્રી) ચિત્રસેન પહાડીએ આ કનકપુર મંદિર પરિસરમાં પાવન રથમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને જય જગન્નાથ ના નારા સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, આજે મળસ્કેથી ભગવાન જગનાથજી, સુભદ્રાબહેન અને બલરામજીને સુંદર સોનાવેશનો શણગાર કરવામાં આવ્યો હતો, આજે અષાઢી બીજના દિને આ રથયાત્રા મંદીર પરીસરમા નિકળી પરીસરમા નિજ મંદીરે જ પરત ફરી છે. આ સમયે ભાવિક ભક્તો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. સચિન પોલિસ પી આઇ એન. એ. દેસાઇ દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેતા પોલિસના તમામ અધિકારીઓ ખડેપગે બંદોબસ્તમાં રહ્યા હતા. કનક્પુર ની આ 15 મી રથયાત્રા સંપન્ન થઈ છે. રથ નિજ મંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર થોડા ભાવિક ભક્તો સાથે જય જગન્નાથ ના નારા સાથે જગન્નાથજી, સુભદ્રા બહેન અને બલરામજીની રથયાત્રા પરીસરમા ફરી હતી, કોઈપણ પ્રકારની ઝાકમઝોળ વિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નો પ્રારંભ થયો હતો, આ પ્રસંગે સ્થાનીક વોર્ડ ૩૦ ના કોર્પોરેટરો મહાનગર પાલિકાના કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ચિરાગસિંહ સોલંકી – ટીપી સમિતી સદસ્ય, અને રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય, બાંધ્કામ સમિતિ સદ્સ્ય પિયુશાબેન પટેલની ઉપસ્થિતી રહી હતી, 2006 થી રથયાત્રાની શરુઆત થઈ હતી આજે પાવન રથા યાત્રા સફળ બનાવવા જગન્નાથ મંદીરના સહુ સદસ્યો લક્ષ્મણ માસ્ટર, નરસિંહ બેહરા, ગોપીનાથ લિંકા, વિજય પટનાયક, ટીલ્લુ પાંડા તથા ભગીરથ બેહરા અને અન્ય સદસ્યો તથા ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

ความคิดเห็น


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page