વોર્ડ ૩૦ ના સગર્ભામાતાઓને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ કનકપુર ખાતે યોજાયો
- Praja Pankh
- Aug 25, 2021
- 1 min read

સચિન : સુરત મહાનગર પાલિકા, ઉધના ઝોન વિભાગ -બી, વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા વોર્ડ ૩૦ ના સગર્ભામાતાઓને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ નું આયોજન તા: ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ કનકપુર કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર હસમુખભાઈ નાયકા કાયદા સમિતિ ચેરમેન અને કોર્પોરેટર શ્રીમતી રીનાબેન પાણી સમિતિ સભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાઉથ ઝોન- બી ના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર રાકેશભાઈ પંચાલ અને ડૉ.વિશાલભાઈ,ડૉ અર્પિત દૂધવાલા,ડૉ દિનેશ પટેલ,વેકસીન નિરીક્ષણ ડૉ હરની તથા સેનેટરી ઇન્સ્પેટર પ્રતીક ચૌહાણ તથા સિસ્ટર મારિયા શેખ ,ઉપસ્થિત રહ્યા હતા , મહેમાનોની ઉપસ્થિતિમાં સગર્ભામાતાઓનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સાઉથ ઝોન વિભાગ-બીના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગના આરોગ્ય નિરીક્ષક સંદીપભાઈ ભરુચા ના માર્ગદર્શન હેઠળ દ્વારા પાર પાડવામાં આવ્યું. જેમાં સચિન,પારડી-કણદે,કનકપુર, કનસાડ, પાલી, તલંગપોર અને ઉબેળ વિસ્તારના સગર્ભમાતાઓને. પધારેલ મહેમાનોના સ્વહસ્તે કુલ 304 જેટલી મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું.
Comments