top of page

કનકપુરમાં ભારે વરસાદ છંતા,૩૬ નેશનલ ગેમ્સ-૨૦૨૨ની ખેલ જાગૃત્તિ અર્થે આયોજિત રમતોત્સવમાં શાળા પરિવાર..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 16, 2022
  • 2 min read

પ્રાજપંખ સચિન :ગુરૂવાર: જિલ્લા પંચાયત હસ્તકની ઉડિયા અને હિન્દી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં સ્થાનિક નગર સેવકો, એસ એમ સી કમિટીના પ્રમુખ અને શિક્ષણ વિદ તેમજ સમાજ અગ્રણીઓ અને શાળા પરિવારની

વિશેષ ઉપસ્થિતિમાં ૩૬ માં ‘નેશનલ ગેમ્સ-૨૦૨૨’ની જાગૃત્તિ અર્થે રમતોત્સવ યોજાયો હતો. સચીનમાં પડી રહેલ ભારે વરસાદના આક્રમણ બેટિંગ સાથે આ ઈવેન્ટમાં સ્થાનિક જિલ્લા પંચાયતની સરકારી હિન્દી અને ઉડિયા માધ્યમની શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સચિનની વિવિઘ શાળાઓમાં યોજાનાર ૩૬મા નેશનલ ગેમ્સની જાગૃત્તિ માટેના સ્પોર્ટ્સ ઈવેન્ટસમાં પ્રથમ દિવસથીજ વરસાદ નડતર રૂપ

રહ્યો અને ઉડિયા નાં પ્રિન્સિપાલ મમતાબેન

અને હિન્દીના પ્રિન્સિપાલ હેતલ બેન દ્વારા જરૂરી મંત્રણાઓ કરી આઉટ ડોર ઇન્ડોર ગેમના સમયમાં ફેરબદલ કરી મેદાનના સ્થાને વર્ગ ખંડોમાં બહુ આસાનીથી વિવિધ રમતો યોજાઈ હતી.

આ પ્રસંગે નગરસેવક અને સચિન રેલવે સલાહકાર સમિતી સદસ્ય શ્રી ચિરાગસિંહ એચ. સોલંકી, તથા ડેવલોપમેન્ટ કમિટી,

રોટરી આર સી સી સચિન, કનકપુર અને આર્ટિસ્ટ એસોશિએશન જીનીયસ - ગુજરાત (ટીવી ફિલ્મ સુરત જિલ્લા) પ્રેસિડેન્ટ તથા સચિન રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ સદસ્યશ્રી અને એસ.એમ.સી. શિક્ષણ વિદ એવા પ્રકાશ ભાવસાર ઉપરાંત AtoZ અને ડી. એસ. ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં શ્રી ગીરીશભાઈ પટેલ, ડીટરેક્ટર શ્રી યોગેશભાઈ સૂર્યવંશી તથા મેનેજમેન્ટ કમિટી- સદસ્ય શ્રી ઓ, સચિન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ સુખરામ ચૌધરી તથા એસ.એમ.સી.કમિટી ઉડિયાનાં

પ્રમુખ ગીતા સાહુ અને હિન્દીના પ્રમુખ કામિની દેવી તથા અગ્રણીઓ ભારે વરસાદમાં બંને શાળાની કોરોડીરમાં ઉપસ્થિત રહી બાળકોનો જોમજુસ્સો વધાર્યો હતો. તેમણે નેશનલ ગેમ્સમાં જોરશોરથી ભાગ લેવા અને ‘હારજીત તો ગૌણ હોય દેશ માટે રમવું આપણી એક શાન બને છે, વર્ષો પુરાની રમતો શરીરને સુડોળ અને શક્તિશાળી બનાવતી . આ રમતને રમવા માટે પરસ્પર સહભાગી, સહયોગ, સામૂહિકતાની સાથે પ્રેમની જરૂર હતી. તેનાથી શરીરની જે કસરત થતી હતી અને મનને જે સ્ફૂર્તિ મળતી હતી તે અલગ જ ગુણ હતા .ત્યારે ભાવસારે કહ્યું કે, અમારા સમયે નિચેની રમતો રમતા.. . સંતાકૂકડી, ચોર કે પોલીસ, નદી કે પર્વત, ગોળ ગોળ ટામેટું, ઉભો બેઠ્ઠો, સ્ટેચ્યુ ફ્રીઝ,સતોડિયુ, આઈસપાઈસ, લખોટી, ભમરડો , છાપો, પત્તાં, કેરમ સંગીત ખુરશી, દોરડાં કૂદવા, નવો વેપાર પથ્થર થી રમતાં આમચોરી ચંપાચોરી, પકડાપકડી, સાંકળ દાન. ખોખો, કબડ્ડી, સાપસીડી શુન ચોકડી, ઘરઘર, લંગડી કલર કલર. આંધળી ખિસકોલી, ગિલ્લી ડંડા, છુટ્ટી દડી, કોથળા દોડ.બીજી કેટલીક ભારતીય પરંપરાગત રમતો પણ છે ચૌપર / પચીસી , અંતાક્ષરી, કબડ્ડી, ગિલી ડાંડા, સતોલીયા / પીથુ / લગોરી, ખો ખો, સાંકળ, છુપમ છુપાઇ, મરામ પીઠ્ઠી, આમાંથી બાળપણમાં અનેક રમતો રમ્યા હતા જે આજે લગભગ લુપ્ત થઈ ગઈ છે. દરેક શાળા આવી રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ સૌ વિદ્યાર્થીઓને ભાગ લેવા અને પરેડમાં લાભ લેવા પણ અપીલ કરી હતી. અંતે શપથવિધિ પણ લીધી હતી. ઉડિયા માધ્યમમાં મેસ્કોટ અને નેશનલ ગેમ્સ એન્થમ ના સુરીલા અવાજ સાથે રમતની શરૂઆત કરવામાં આવી હતી ઉડિયા પ્રાથમિક શાળામાં બાળકોએ વિવિધ રમતવીરોના પોશાકો પહેરી વિવિધ રમતો નો પરિચિત કરાવ્યા હતો.

જ્યારે હિન્દીના બાળકો દ્વારા પણ રમતો રમી દરેક રમતની ઓળખાણ આપી હતી આમ

આ કાર્યક્રમ દ્વારા બાળકો વિવિધ રમતોમાં ભાગ લેતા થાય એ હેતુ સિદ્ધ થતો જણાયો એવું ઉડિયા સ્કૂલના પ્રિન્સિપાલ મમતાબેન અને હિન્દી સ્કૂલના પ્રિન્સિપાલ હેતલબેન એ જણાવ્યું હતું....

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page