top of page

કનકપુરનાં કલ્પેશસિંહને ઊંચી કિંમતનો મળેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 29, 2022
  • 1 min read

પ્રજાપંખ સચિન: ગત રોજ કનકપુર પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આઇ.દેસાઇ તથા કનકપુર પોલીસ ચોકીના અ.હે.કો જયેશભાઇ રસિકભાઇ બ.ન.૭૨૭ તથા હોમગાર્ડ પ્રકાશ દ્વારકાપ્રસાદ મૌર્યા બ.ન.૬૩ (સચીન હોમગાર્ડ યુનિટ)નાઓ સાથે કનકપુર પોલીસ ચોકી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા સચીન સ્ટેશન બજાર પાસે પહોંચતા ત્યા કનકપુર નગર પાલીકા (સુરત મહાનગર પાલીકામા) કોન્ટ્રાકટ બેજ ઉપર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ દલપતસિંહ સોંલંકી રહેવાસી-ઘર નંબર.૧૪૭૭ આશાપુરી સોસાયટી કનકપુર સચીન સુરતનાઓ પોલીસ સ્ટાફના માણસો પાસે આવેલ અને પોતાના હાથમા રહેલ ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૪,૦૦૦/- નો બતાવી તેઓએ જણાવેલ કે હુ અત્યારે મારી ફરજ ઉપર હતો અને સ્ટેશન બજાર પાસેથી કનકપુર નગર પાલીકા (સુરત મહાનગર પાલીકાનો) આઇસર ટેમ્પો લઇને પસાર થતો હતો તે વખતે મને આ મોબાઇલ ફોન મળ્યો છે હોવાનુ જણાવતા જેના આધારે સદર ગુમ થયેલ મોબાઇલ ધારકનો સંપર્ક કરી મોબાઇલ ફોનના મુળ માલીક પ્રતિભાબેન તે પ્રમોદભાઇ પાટીલની વિધવા ઉવ.૪૦ રહેવાસી-ઘર નંબર.સી/૪૩ કુમકુમ બંગ્લોઝ વાલીયા રોડ અંકલેશ્વર નાઓના આધાર પુરાવાની ખાત્રી કરી મોબાઇલ ફોન તેના મુળ માલીકને પરત કરતા મોબાઇલના માલીકે જણાવેલ કે આ મોબાઇલ ફોનમા મારા ખુબજ અગત્યના ડોકયુમેન્ટસ હતા હોવાનુ જણાવેલ અને મોબાઇલ ફોન તેઓને પોલીસ દ્વારા સોંપતા તેઓએ મોબાઇલ ફોન જેને મળેલ તે કલ્પેશભાઇ સોલંકી તથા પોલીસ સ્ટાફનો ખુબ આભાર વ્યકત કરેલ, ત્યારે પી એસ આઇ દેસાઈએ જણાવ્યું કે આજે પણ આવા ઈમાનદાર લોકો માટે અમને ગર્વ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page