એસપીબી કૉલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ...
- Praja Pankh
- Jun 21
- 1 min read


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, વી. ટી. ચોકસી લો કોલેજ, B.R.C.M. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વી. ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન અને સાર્વજનિક કોલેજ ઓફ લો દ્વારા સંયુક્તપણે તા. ૨૧/૦૬/૨૦૨૫ શનિવારનાં રોજ કોલેજનાં હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાનાં યોગગુરુ ડૉ. નીતિનભાઈ પટેલ દ્રારા યોગ કરાવવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં તમામ કોલેજનાં આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણીક કર્મચારીગણ તથા વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ નિષ્ણાતે યોગ, તેની તકનીકો અને તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો. વધુમાં, નિષ્ણાતે પ્રાણાયામ, તેના ફાયદાઓ અને પ્રકારો વિશે વિગતવાર માહિતી આપી, યોગ વિશે મૂલ્યવાન સમજ આપી હતી.
Comentarios