એલ ડી હાઇસ્કુલ નો સ્થાપના દિવસ મનાવ્યો.....
- Praja Pankh
- Aug 9, 2023
- 1 min read


સચિન પ્રજા પંખ: આજે ૧૯૫૪ માં શરૂ થયેલ સચિન વિભાગની સહુથી જૂની અને જાણીતી શાળા એટલે એલ.ડી.હાઇસ્કુલ, કે જે સચિન કેળવણી મંડળનાં સંચાલન હેઠળ કાર્યરત છે. જેના આજના પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું રીબીન કાપી ઉદ્ઘાટન મંડળના સહ મંત્રીશ્રી અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ નાયકના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું જયારે પ્રાસંગિક ઉદબોધન સચીન વિભાગ કેળવણી મંડળના ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ વૈદે કર્યું હતું. જેમણે મંડળ સંચાલિત આ શિક્ષણ સંસ્થાની 70 વર્ષ પહેલા કેટલી બધી જરૂરિયાત હતી તેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો.
મંડળ સંચાલિત એલ. ડી. હાઈસ્કૂલ, આઈ. સી. નાયક ગુજ. મીડ. સ્કૂલ તથા કલર ટેક્ષ ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં હાલમાં 4500 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જે જિલ્લામાં સૌથી વધારે સંખ્યા છે. આજના સ્થાપના દિવસ અંગે વધુમાં જણાવવાનું કે ૧૯૫૪માં ગુજરાત રાજ્યના પ્રથમ વિધાનસભાના સ્પીકર શ્રી કલ્યાણજી વિ. મહેતાના વરદહસ્તે આ સંસ્થાનો પાયો નાંખવામા આવ્યો હતો અને આજે પ્રમુખપદે વિધાન સભાના આ વિભાગના ધારાસભ્ય તરીકે શ્રી સંદિપ ભાઈ દેશાઇ સેવા આપી રહ્યાં છે. જ્યારે સંસ્થાના ટ્રસ્ટના પ્રમુખપદે ૮૧ વર્ષના વડલા સમાન અગ્રણી શિક્ષણવિદ મુરબ્બી શ્રી દિનકરભાઈ નાયક સક્રિયપણે સેવા આપી રહ્યાં છે. જે આ સંસ્થાનું અહો ભાગ્ય છે
વળી આ સંસ્થાના તમામ હોદેદારો તેમ જ કારોબારી સભ્યો આ શાળાના જ વિદ્યાર્થીં ઓ છે.
તેથી હાલમાં પણ આ સંસ્થામાં ત્રણ ફેકલ્ટીમાં ૪૫oo વિદ્યાર્થીઓ, 20.ગામો માંથી આવી લાભ લઈ રહ્યાં છે. આ મંડળ દ્વારા હંમેશા શાળાના બાળકોને શિક્ષણ ની નવી નીતિ પ્રમાણે નું શિક્ષણ આપવા હંમેશા તત્પર રહે છે. અહી બાળકોના ઉત્થાન માટે નવા પ્રયોગો પણ કરવામાં આવે છે અને એમણે પરિણામમાં સુધારો જોવા મળે છે. સમગ્ર શાળાના પ્રિન્સીપાલ અને ટીચર લાયકાત પ્રમાણેના હોઇ બાળકોનો અહી સર્વાંગી વિકાસ થાય છે.
Comments